Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

કેનેડાના રેજીના શહેરમાં સિનિયર સિટીઝન મિત્રો ની મિટિંગ યોજાઈ : પ્રાર્થના સ્વાગત પ્રવચન ,સંદેશા વાચન , ગ્રુપ ની રૂપરેખા ,તથા વર્ષ દરમ્યાન કરવાની પ્રવૃત્તિઓની ઝાંખી કરાવાઈ : બહેનોએ ગુજરાતના પ્રખ્યાત ગરબાની રમઝટ બોલાવી : MLA શ્રી મુહમ્મદ ફીયાઝના હસ્તે પ્રમાણપત્રો અપાયા


રેજીના : કેનેડામાં નાસસ્કાચેવન ના રેજીના શહેર માં સિનિયર સિટીઝન માં ગ્રુપ ની પ્રથમ મિટિંગ તંદૂરી રેસ્ટોરન્ટ માં તા. ૧૨ / ૦૯ / ૨૦ ને શનિવારે આહલાદક વાતાવરણ માં સંપન્ન થઈ. ભારતીય સંસ્કૃતી પ્રમાણે સભા ની શરૂઆત શ્રી ચંદ્રકાન્ત પંડ્યા એ પ્રાર્થના થી કરી. શ્રી ખોડાભાઈ પટેલે સ્વાગત પ્રવચન કર્યું . સંદેશા વાચન શ્રી પ્રવીણ પટેલે ( સુરત ) કર્યું . ગ્રુપ ની રૂપરેખા અને સમગ્ર વર્ષ દરમ્યાન કરવાની પ્રવૃત્તિઓ ની ઝાંખી શ્રી ઘનશ્યામ પટેલે કરાવી .દરેક સભ્યે સ્વ પરિચય આપ્યો. સદર સભા માં સ્થાનિક સન્માનનીય MLA .Mr . Muhammad Fiaz , ગુજરાતી સમાજ ,રજાઈના ના વર્તમાન પ્રમુખ શ્રી વિજયભાઈ ઠાકર   પૂર્વ પ્રમુખ શ્રી જીગરભાઈ પટેલ , Dr .રજની પટેલ , શ્રી દિલીપભાઈ બ્રાહ્મણિયા, શ્રી અરવિંદભાઈ પટેલ ,ભાવિકાબેન પટેલ, વગેરે ઉપસ્થિત રહી સભા ને ચાર ચાંદ લગાવેલ . શિક્ષક દિવસ ની ઉજવણી નિમિત્તે તૈયાર કરેલ પ્રશંસા પ્રમાણપત્ર ગ્રુપ ના શિક્ષકો ને આદરણીય MLA . શ્રી મુહમ્મદ ફીયાઝ ના વરદ હસ્તે એનાયત થયા

સભાનું સફળ સંચાલન શ્રી ઠાકોરભાઈ એ તેમની મધુર વાણી દ્વારા કર્યું .તાજેતર માં અવસાન પામેલ સિનિયર સીટીઝન મિત્રોને બે મિનિટ મૌન પાળી દિવગંત ના આત્માને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અંતમાં ગોવિંદ પટેલે સૌ નો આભાર માન્યો .સભા પૂરી થયા પછી ઉપસ્થિત બહેનો એ ગરવી ગુજરાત ના પ્રખ્યાત ગરબાની રમઝટ બોલાવી આનંદ માન્યો  તંદૂરી રેસ્ટોરન્ટ ના શ્રી રાકેશભાઈ એ સૌને ચાંદીનો સિક્કો સ્મૃતીભેટ તરીકે આપવાની જાહેરાત કરી અને શ્રી ઘનશ્યામ પટેલ તેમજ ઠાકોરભાઈ ને પ્રતીક ભેટ તરીકે અર્પણ કર્યો .

 સભાને સફળ બનાવવા શ્રી અરવિંદભાઈ પટેલ, શ્રી રમેશભાઈપટેલ ( ખંભાત ) , શ્રી ગોવિંદભાઇ શાહ ,શ્રી અમૃતભાઈ પટેલ ,શ્રી કાંતિભાઈ પટેલ ,વિજયભાઈ ઠાકર  અને વિક્રમભાઈ પટેલ ( ગુજરાત ટાઈમ્સ , રેગીના ) ,રાકેશભાઈ વગેરે મિત્રો એ ખૂબ  જહેમત ઉઠાવી સહકાર આપેલ .તેમજ આ સંસ્થા તેની અન્ય પ્રવૃત્તિ માં જીવનસાથી પસંદગી, સંગીત કાર્યક્રમ નો લાઈવ શો , ગણિત પઝલ ,મોર પીંછ વિભાગ માં પુરુષોત્તમ માસ નિમિત્તે ધાર્મિક બાબતો ( પ્રવચન , ભજન વગેરે ના વિડીયો ) , પ્રવાસ, પર્યટન ની માહિતી , દરરોજ દેશ વિદેશ ના સમાચાર જાણી શકે તે માટે ગુજરાત ના અગ્રણી અખબાર ગૃપ માં મૂકવામાં આવેછે .કાર્યક્રમના અંતમા સૌ ખૂબ જ સ્વાદિષ્ટ ભોજન લઈ મીઠા સંભારણા સાથે વિદાય લીધી. તેવું માહિતી અને તસ્વિર સૌજન્ય શ્રી કાન્તિભાઈ મિસ્ત્રી દ્વારા જાણવા મળે છે.

 

(12:55 pm IST)