Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

યુ.એસ.માં ICC મિલ્પીટાસના ઉપક્રમે ૧૬મો વાર્ષિક બેન્કવેટ પ્રોગ્રામ યોજાયો

કેલિફોર્નિયાઃ યુ.એસ.માં ઇન્ડિયા કોમ્યુનીટી સેન્ટર (ICC) મિલ્પીટાસ કેલિફોર્નિયાના ઉપક્રમે તાજેતરમાં ૨૧ સપ્ટેં.૨૦૧૯ના રોજ ૧૬મો વાર્ષિક બેન્કવેટ પ્રોગ્રામ યોજાઇ ગયો. જેમાં ઇન્ડિયન અમેરિકન ચિફ એકઝીકયુટીવ શ્રી રાજ દેસાઇએ ICCની ૧૬ વર્ષ દરમિયાનની યાત્રાની કામગીરી વર્ણવી હતી તથા ભાવિ આયોજન વિષે જાણકારી આપી હતી. તથા ICC દ્વારા સોશીઅલ,હેલ્થ,સ્પોર્ટસ,એજ્યુકેશન, એન્ટરટેઇનમેન્ટ સહિતના ક્ષેત્રે કામગીરી વર્ણવી હતી.

આ તકે બોલીવુડ ડાન્સ ટીમએ શ્રી અમિત તથા હિરેનના નેતૃત્વ હેઠળ ડાન્સ પ્રોગ્રામ રજુ કર્યો હતો. જેમાં સુશ્રી નિના તથા ક્રિશ્ટીન સહિતનાઓ જોડાયા હતા.

(9:09 pm IST)