Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

વિશ્વની મહિલાઓ પૈકી દરેક પાંચમી મહિલા વિકલાંગ છેઃ વિકલાંગ મહિલાઓના હકકો માટે કાર્યરત અમેરિકા ઇન્ડિયા ફાઉન્ડેશન સર્કલ ઓફ હોપના ઉપક્રમે યોજાઇ ગયેલો અવેરનેસ પ્રોગ્રામ

  યુ.એસ.માં અમેરિકન ઇન્ડિયા ફાઉન્ડેશન (AIF) સર્કલ ઓફ હોપ બોસ્ટનના ઉપક્રમે તાજેતરમાં વિકલાંગ મહિલાઓ માટે ડોનર્સને પ્રોત્સાહિત કરતો ત્રીજો  વાર્ષિક  અવેરનેસ ઓફ વીમેન વીથ ડીસએબિલીટીઝ કિક ઓફ પ્રોગ્રામ યોજાઇ ગયો હતો.

આ તકે AIF સર્કલ ઓફ હોપના ફાઉન્ડીંગ મેમ્બર્સ સુશ્રી ફરિદા કાથાવાલા તથા સુશ્રી નિર્મલા ગારીમેલાએ પ્રાસંગિક ઉદબોધન કર્યુ હતુ. જેમાં જણાવ્યા મુજબ તેઓ વિકલાંગ મહિલાઓના હકકો માટે વિશ્વ વ્યાપ્ત કામગીરી  કરે છે. જે અંતર્ગત ભારતની વિકલાંગ પ્રવૃતિઓને મદદરૃપ થવા ડોનેશન ભેગું કરવા દાતાઓને એક છત્ર હેઠળ ભેગા કરે છે.

તેમણે ઉમેર્યુ હતું કે વિશ્વની મહિલાઓ પૈકી દર પાંચમી મહિલા વિકલાંગ છે. જે પૈકી મોટા ભાગની ગ્રામ્ય વિસ્તારોમાં વસે છે. જેઓને  સરકારી લાભો અપાવવા  ઓર્ગેનાઇઝેશન કામગીરી બજાવે છે. આ વર્ષે દિલ્હીમાં વસતિ પ૦૦ મહિલાઓ માટે ઓર્ગેનાઇઝેશન રપ હજાર ડોલરની ગ્રાન્ટ ફાળવશે.

(9:56 pm IST)