Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

વર્લ્ડ હિન્દુ કાઉન્સીલ ઓફ અમેરિકાના ઉપક્રમે ત્રિદ્વિસીય રાષ્ટ્રીય અધિવેશન યોજાશેઃ બોસ્ટન મુકામે ૧ નવે. થી ૩ નવે. ર૦૧૯ દરમ્યાન યોજાનારા અધિવેશનમાં હિન્દુઓમાં રહેલી વિવિધતા વચ્ચે એકતાના દર્શન કરાવાશે.

બોસ્ટનઃ યુ.એસ.માં વર્લ્ડ હિન્દુ કાઉન્સીલ ઓફ અમેરિકાના ઉપક્રમે સૌપ્રથમવાર બોસ્ટન મુકામે ૧ થી ૩ નવેમ્બર ર૦૧૯ દરમિયાન રાષ્ટ્રીય અધિવેશન યોજાશે.

હિન્દુ સંસ્કૃતિના મૂલ્યોના જતન માટે કાર્યરત હિન્દુ અમેરિકન ફાઉન્ડેશન આયોજીત આ કોન્ફરનસમાં અમેરિકાના સમાજ, વ્યવસાય, શિક્ષણ તથા આરોગ્ય સહિતના વિવિધ ક્ષેત્રોમાં હિન્દુઓના યોગદાનની છણાવટ કરાશે તથા અમેરિકન સમાજને હિન્દુઓમાં રહેલી વિવિધતા વચ્ચે એકતાના દર્શન કરાવાશે. જેમાં જુદા જુદા ક્ષેત્રોના નિષ્ણાંત હિન્દુ વિદ્વાનોના ઉદબોધનો થશે.

ઉલ્લેખનીય છે કે વર્લ્ડ હિન્દુ કાઉન્સીલ ઓફ અમેરિકાના મંતવ્ય મુજબ જેઓ ભારત દેશની સંસ્કૃતિ તથા હિન્દુ સંસ્કૃતિ પ્રત્યે આસ્થા ધરાવતા હોય તેવા તમામ વિશ્વવ્યાપી ભારતીયો આવકારપાત્ર છે. જેમાં જૈન, બોૈદ્ધ ધર્મીઓ, શીખ સહિતની કોમ્યુનીટીનો સમાવેશ થાય છે.

(9:53 pm IST)