Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

ફ્રાન્સમાં ઈંદોરના કલાપ્રિય મહારાજા તથા મહારાણી હોલ્કર દંપતીના જીવન પર આધારિત પ્રદર્શન

ફ્રાન્સ : પેરિસમાં ઈંદોરના કલાપ્રિય મહારાજા યશવંતરાવ હોલ્કર તથા મહારાણી સંયુક્ત દેવીના જીવન પર આધારિત પ્રદર્શન યોજાયું છે.આ દંપતીને ભારતના સુવિખ્યાત તથા આધુનિક રાજવી દંપતિ તરીકે ઓળખવામાં આવે છે.

1920 તથા 1930 ના દસકામાં તેમની સુંદરતા ,કલાપ્રેમ ,તથા શાનદાર જીવન પધ્ધતિથી તેઓ સુવિખ્યાત હતા.તેઓએ ઇન્દોરમાં શાનદાર મહેલ બનાવ્યો હતો.તેમની હોલીવુડ અભિનેતાઓ સાથેની દુર્લભ તસવીરો પ્રદર્શનમાં મુકાઈ છે.

આ દંપતિ વચ્ચે અતૂટ પ્રેમ હતો.મહારાણી સંયુક્તા દેવી રાજકાજમાં પણ મહારાજાને મદદરૂપ થતા હતા. લગ્ન સમયે તેમની ઉંમર માત્ર 10 વર્ષની હતી.તેમની ફ્રાન્સની મુલાકાત વખતે લોકો તેમના ઉપર મંત્રમુગ્ધ થઇ જતા હતા.મહારાણીનું માત્ર 22 વર્ષની ઉંમરે નિધન થયું હતું તથા મહારાજા 1961 માં અવસાન પામ્યા હતા.

(12:16 pm IST)