Gujarati News

Gujarati News

News of Thursday, 26th September 2019

ભારતની અન્ડર ૧૬ બાસ્કેટ બોલ સ્ટાર અસ્મત કૌરનો અમેરિકામાં દબદબોઃ ન્યુજર્સીની સુપ્રતિષ્ઠિત ગણાતી પ્રિન્સવિલ્લે સ્કૂલમાં પ્રવેશ અપાયો

ન્યુજર્સીઃ ભારતની અન્ડર સિકસટીના બાસ્કેટ બોલ ટીમની સ્ટાર પ્લેયર તથા મહારાષ્ટ્ર અન્ડર ૧૬ ગર્લ્સ બાસ્કેટ બોલ ટીમની કેપ્ટન અસ્મત કૌર તૌનકને અમેરિકાના ન્યુજર્સીની સુપ્રતિષ્ઠિત ગણાતી હાઇસ્કૂલ માંહેની એક તેવી લોરેન્સવિલ્લે સ્કૂલમાં પ્રવેશ અપાયો છે. જયાં તે પોતાની શૈક્ષણિક તેમજ એથલેટિક કારકિર્દીનું નિર્માણ કરશે.

અસ્મત કૌરએ ૨૦૧૭ની સાલમાં ભારતની અન્ડર ૧૬ FIBA એશિયા કપમાં ભાગ લીધો હતો.

જે ન્યુજર્સીની ઉપરોકત સ્કૂલમાં એડમિશન માટે ઇન્ટરવ્યુ એસે સબમિશન, સ્ટાન્ડર્ડ ટેસ્ટ સહિતની તમામ પ્રક્રિયાઓમાંથી સફળતા પૂર્વક પસાર  થતા એડમિશન આપવામાં આવ્યું છે.

(8:58 pm IST)