Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

અમેરિકામાં ગાંધી સમાજ ઓફ શિકાગોના ઉપક્રમે ૨૮ સપ્ટેં શનિવારે નવરાત્રિ ઉત્સવઃ સારેગમ ગૃપના હિતેશ માસ્ટરના લાઇવ ઓર્કેસ્ટ્રા સાથે રાસ,ગરબા, તથા દાંડીયારાસની રમઝટ બોલશે

ઇલિનોઇસઃ યુ.એસ.માં ગાંધી સમાજ ઓફ શિકાગોના ઉપક્રમે ૨૮ સપ્ટેં. ૨૦૧૯ શનિવારના રોજ નવરાત્રિ ઉત્સવ ઉજવાશે.

માઇને ઇસ્ટ હાઇસ્કૂલ (ફ્રી પાર્કીગ) ૨૬૦૧, ડેમ્પસટર સ્ટ્રીટ પાર્ક રિજ ઇલિનોઇસ મુકામે ઉજવાનારા ઉત્સવનો સમય સાંજે ૭ વાગ્યે શરૂ થશે. જેમાં સારેગમ ગૃપના હિતેષ માસ્ટ લાઇવ ઓર્કેસ્ટ્રા દ્વારા રાસ, ગરબા, તથા દાંડીયા રાસની રમઝટ બોલાવશે.

ટિકિટના દર ૧૦ ડોલર રાખવામાં આવ્યા છે. જે ડોર ઉપરથી ૧૨ ડોલર લેખે મળશે અગાઉથી રજીસ્ટ્રેશન, સ્પોન્સરશીપ તથા બુથ માટે શ્રી હિતેષ ગાંધી (૬૩૦)૨૦૫-૩૨૬૫ નો સંપર્ક સાધવા જણાવાયુ છે.

(8:06 pm IST)