Gujarati News

Gujarati News

News of Thursday, 27th September 2018

'ટીન, મિસીસ, મિસ ઇન્ડિયા, ન્યુજર્સી'ઃ યુ.એસ.માં ૨૯ તથા ૩૦ સપ્ટે.ના રોજ યોજાનારી સૌંદર્ય સ્પર્ધા

 (દિપ્તીબેન જાની દ્વારા) ન્યુજર્સીઃ યુ.એસ.માં રોયલ આલ્બર્ટસ પેલેસ TV ૯ ગુજરાતી, રોયલ ગ્રાન્ડ મેનોર તથા IFC¨ના સંયુકત ઉપક્રમે ૨૯ તથા ૩૦ સપ્ટે.૨૦૧૮ના રોજ 'ટિન, મિસીસ, મિસ ઇન્ડિયા ન્યુજર્સી' સૌંદર્ય સ્પર્ધાનું આયોજન કરાયું છે.

રોયલ ગ્રાન્ડ મેનોર, ૨૮૬૩, વુડબ્રિજ એવન્યુ, એડિસન ન્યુજર્સી મુકામે યોજાનારી આ ૩૭મી સ્પર્ધાનો સમય સાંજે ૬ વાગ્યાનો રાખવામાં આવ્યો છે. તથા ૩૦ સપ્ટે. ૨૦૧૮ના રોજ રોયલ આબ્લર્ટસ ગ્રાન્ડ, બોલરૃમ, ૧૦પ૦, કિંગ જ્યોર્જીસ પોસ્ટ રોડ, ફોર્ડસ, ન્યુજર્સી મુકામે પણ સમય સાંજના ૬ વાગ્યાનો રહેશે. બંને જગ્યાએ કોકટેલ તથા ડીનરની વ્યવસ્થા કરવામાં આવી છે.

આ સ્પર્ધામાં મુખ્ય યજમાન તરીકે વિશ્વ વિખ્યાત મિસ ઇન્ડિયા મધુ વલી હાજર રહેશે. તથા જજ અને તાજ પહેરાવનાર તરીકે દિઆ મિરઝા હાજર રહેશે. ઉપરાંત જોધા અકબર ફેમ જાવેદ પઠાણ તથા ડીઝાઇનર દિપાલી શાહ હાજરી આપશે.

સ્પર્ધામાં સંચાલક તરીકે શ્રી આલ્બર્ટ જસાણી (૭૩૨-૭૪૨-૩૩૩૬) તથા ન્યુજર્સી ડીરેકટર તરીકે શોભના પટેલ (૭૩૨-૭૪૨-૩૫૫૬) રહેશે.

વ્યકિતદીઠ ૧૨પ ડોલરની ટિકિટ માટે સુશ્રી વંદના એમ. પુરી (૩૪૭-૩૪૧-૯૪૯૪), સુશ્રી શ્વેતા ઠુકરાલ (૨૦૧-૭૩૬-૭૨૬૬), સુશ્રી સ્વીટી શાહ (૫૫૧-૯૯૮-૭૦૯૯) અથવા શ્રી તરંગ સોનીનો કોન્ટેકટ નં. ૭૩૨-૩૦૬-૧૦૦૩ દ્વારા સંપર્ક સાધી શકાશે.

ડાયમંડ સ્પોન્સર તરીકે પદ્મશ્રી ડો. સુધીર પરીખ, પદ્મશ્રી શ્રી એચ.આર. શાહ, ડો. વી. ધડુક, ડો. દિનેશ પટેલ તથા ડો. નિલેશ પટેલ છે, તેવું આલ્બર્ટ જસાણીની યાદી જણાવે છે.

(10:49 pm IST)