Gujarati News

Gujarati News

News of Thursday, 27th September 2018

યુ.એસ.ના ટેક્સાસમાં ગુજરાતી સીનીયર સોસાયટી પ્લેનો ની મીટીંગ મળી :સુશ્રી રોમાબેન પીઠડિયાએ સિનિયરો માટેની ઈન્સ્યુરન્સ સ્કીમ વિષે માહિતી આપી : ગણપતિ મહોત્સવ ઉજવાયો

 

ટેક્સાસગુજરાતી સીનીયર સોસાયટી પ્લેનોની મીટીંગ સપ્ટેબર માસની ૧૯ મીએ સાંજે -૩૦ વાગે મીનરવા બેંકવેટ હોલ ખાતે મળી હતી... મીટીંગમાં લગભગ ૧૬૦ થી વધુ સભ્યોની હાજરી હતી... સભાના આજના મુખ્ય વક્તા રોમાબેન પીઠડીયા   Affordable Insurance Finance કંપનીના સીઓ છે. જેમણે સીનીયર માટે ઇન્સોરન્સના લાભ અને તેઓ ને ક્યાં અને કેવીરીતે તમારે ઇન્સોર કરવું તેની માહિતી આપી હતી. કયા ઇન્સોરન્સમાં કયા લાભ મળે છે તેનિ વિગત વાર માહિતી વિડિઓ અને પ્રવચન દ્વારા આપી હતી  હતી..તેમની સાથે કંપનીના   JOHAN પણ હાજર હતા.

         ત્યાર બાદ માસમાં જે સભ્યોના Birthday  હતા તેમને Birthday Card  આપવામાં આવેલ.... તથા રોમાબેન પીઠડીયા દ્વારા બુકે આપવામાં આવેલ... પ્રમુખશ્રી રોમાબેન તથા Johan નું ફુલહાર થી સન્માન કરવામાં આવેલ અને સંસ્થા તરફથી મોમેન્ટો આપીને સન્માન કરવામાં આવ્યુ હતું ત્યાર બાદ સંસ્થાના સૌ ભાઈ-બહેનોએ ગણપતી પૂંજન તથા આરતી કરીને ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવેલ અને મોદકનો પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો. શ્રીમતિ કલ્પનાબેન મહદેવીયાએ ટોપી ની ગેમ રમાડી હતી... આજના ફુડ નું સ્પોંસરર ભરતભાઈ મોદી ગ્રુપ હતું..સરસ મજાના ગરમા ગરમ ભજીયા અને ગુજરાતી થાળીનું જમણ લઈને સૌ છુટા પડયા હતા. તેવું શ્રી સુભાષ શાહ દલાસની યાદી જણાવે છે.

(10:08 pm IST)