Gujarati News

Gujarati News

News of Thursday, 27th September 2018

'ગ્લેમર એન્ડ ગોલ્ડ': જરૂરીયાતમંદ ઇન્ડિયન અમેરિકન તથા સાઉથ એશિયન કોમ્યુનિટી માટે કાર્યરત 'સહારા'ના ઉપક્રમે યોજાઇ ગયેલો ૨૭મો વાર્ષિક ગાલા પ્રોગ્રામઃ ૩૦૦ જેટલા આમંત્રિતોએ ૩ લાખ ડોલરનું ફંડ ભેગુ કરી દીધુ

કેલિફોર્નિયાઃ અમેરિકાના સાઉથર્ન કેલિફોર્નિયામાં વસતા જરૃરિયાતમંદ ભારતીયો તથા સાઉથ એશિયન કોમ્યુનિટીને મદદરૃપ થવા કાર્યરત આર્ટેસિઆ કેલિફોર્નિયા સ્થિત 'સહારા'ના ઉપક્રમે તાજેતરમાં ૧પ સપ્ટે. ૨૦૧૮ના રોજ ૨૭મો વાર્ષિક ગાલા પ્રોગ્રામ યોજાઇ ગયો.

'ગ્લેમર એન્ડ ગોલ્ડ' નામથી લોંગ બિચ હિલ્ટોન હોટલ ખાતે યોજાયેલા આ પ્રોગ્રામમાં જુદા જુદા ક્ષેત્રોના ૩૦૦ જેટલા અગ્રણી આમંત્રિતો હાજર રહ્યા હતા. તથા ઓર્ગેનાઇઝેશનએ નક્કી કરેલ લક્ષ્યાંક ૩ લાખ ડોલર ભેગા કરી દીધા હતા.

પ્રોગ્રામ અંતર્ગત પાંચ મહિલા પેનલ દ્વારા પ્રેરણાદાયી હકીકતો રજૂ કરાઇ હતી. તેમજ મનોરંજન કાર્યક્રમો યોજાયા હતા. ફુડ તથા ફનની સાથોસાથ કોમ્યુનિટી માટેની જવાબદારી ઉપાડવા આયોજન કરાયુ હતુ.

મહિલા પેનલ દ્વારા સહારાના ઉપક્રમે કરાતી કોમ્યુનિટી સેવાઓનો અહેવાલ રજુ કરાયો હતો. કોમ્યુનિટી માટે વિશેષ યોગદાન આપનાર ૬ મેમ્બર્સનું બહુમાન કરાયુ હતુ તેવું સમાચાર સૂત્ર દ્વારા જાણવા મળે છે.

(10:06 pm IST)