Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

‘‘મિસ ઇન્‍ડિયા કનેકટીકટ સૌંદર્ય સ્‍પર્ધા-ર૦૧૮ '' : યુ.એસ.ના ક્રોમવેલ કનેકટીકટ મુકામે યોજાઇ ગયેલી સૌંદર્ય સ્‍પર્ધામાં મિસ ઇન્‍ડિયા કનેકટીકટનો તાજ અલ્‍કા મરાલાના શિરે : મિસીસ ઇન્‍ડિયા તરીકે સુશ્રી રેખા ગોપાલ તથા મિસ ટિન ઇન્‍ડિયા તરીકે નિકિથા કિકાનામદન વિજેતા

કનેકટીકટ : અમેરિકાના કનેકટીકટમાં ૧પ સપ્‍ટે. ના રોજ ‘‘ મિસ ઇન્‍ડિયા કનેકટીકટ-ર૦૧૮ સૌંદર્ય સ્‍પર્ધા'' નું આયોજન કરાયું હતુ.

ક્રોમવેલ મુકામે યોજાયેલ આ સ્‍પર્ધામાં ૧૮ થી ર૭ વર્ષની યુવતિઓ માટેની મિસ ઇન્‍ડિયા સૌંદર્ય સ્‍પર્ધામાં અલ્‍કા મરાલાના શિરે  સૌંદર્ય સામ્રાજ્ઞીનો તાજ મુકાયો હતો. ૧૮ વર્ષથી ઉપરની પરણિત મહિલાઓ માટેની મિસીસ ઇન્‍ડિયા  સૌંદર્ય સ્‍પર્ધામાં સુશ્રી રેખા ગોપાલ વિજેતા થયેલ તથા ૧૩ થી ૧૭ વર્ષની સગીર યુવતિઓ માટે મિસ ટિન ઇન્‍ડિયાનો તાજ નિકિથા કિકાનામદન ના શિરે ગયો હતો.

સ્‍પર્ધાનું આયોજન ઇન્‍ડિયન અમેરિકન ઓર્ગેનાઇઝેશન, તથા ઇન્‍ડિયા ફેસ્‍ટીવલ કમિટીના ઉપક્રમે કરાયું હતુ. જેનુ દિગ્‍દર્શન શ્રી સુમથિ નારાયણ દ્વારા કરાયું હતુ. સ્‍પર્ધામાં   સૌંદર્ય ઉપરાંત બુદ્ધિમત્તા, મહત્‍વકાંક્ષા સહિતનો બાબતો પણ લક્ષમાં લેવાઇ હતી. કુલ ર૩ સ્‍પર્ધકોએ ભાગ લીધો હતો.

(9:28 pm IST)