Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

BAPS ચેરીટીઝના ઉપક્રમે નોર્થ અમેરિકાની ‘વોકથોન ઝુંબેશ': ૭૬ શહેરોમાંથી ૨૩ હજાર વોલન્‍ટીઅર્સ જોડાયાઃ પર્યાવરણ સુરક્ષા માટે ૩ લાખ વૃક્ષોના વાવેતર સાથે ૪ લાખ ડોલરનું ફંડ ભેગુ કરી દીધુ

 

નોર્થ અમેરિકાઃ નોર્થ અમેરિકામાં ૨૦૧૬ની સાલથી BAPS ચેરીટીઝના ઉપક્રમે પર્યાવરણ સુરક્ષા માટે શરૂ કરાયેલી ઝુંબેશ અંતર્ગત  અત્‍યાર સુધીમાં ૩ લાખ જેટલા વૃક્ષોના વાવેતર સાથે દેશના ૭૬ શહેરોમાં ૨૩ હજાર વોલન્‍ટીઅર્સ ભાઇ-બહેનોએ વોકથોનમાં ભાગ લઇ ૪ લાખ ૩૧ ડોલરનું ફંડ ભેગુ કરી દીધુ હતું.

આ વોકથોનમાં ધ નેચરલ કન્‍ઝર્વન્‍સ (TNC)ના સહયોગ સાથે જમીન તથા પાણીની સુરક્ષા માટે વૃક્ષો અને પર્યાવરણને વેગ આપવા પ્રજાજનોને શિક્ષિત કરાયા હતા. BAPS ચેરીટીઝ પર્યાવરણ સુરક્ષા, આરોગ્‍ય, શિક્ષણ, યુથ ડેવલપમેન્‍ટ તેમજ ડીઝાસ્‍ટર રિલીફ માટે સદા કાર્યરત રહે છે તથા તે માટે જરૂરી ફંડ ભેગુ કરવા વોકથોનનું આયોજન કરવામાં આવે છે.

 

(9:27 pm IST)