Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

અમેરીકાની રીપબ્‍લીકન પાર્ટીના ૧૧ જેટલા સેનેટની ન્‍યુડીસરી કમીટીના સભ્‍યોએ વ્‍યાવસાયિક રીતે સર્વોચ્‍ચ અદાલતના ન્‍યાયાધીશ તરીકે અમેરીકાના પ્રમુખ ડોનાલડ ટ્રમ્‍પે જેમની પસંદગી કરેલ છે તેમની અને તેમની સામે જાતિય સતામણીના કરેલી ગંભીર પ્રકારના આરોપીની સુનાવણી અને પૂછપરછ માટે એરીઝોનાની મહિલા વકીલ રશેલ મિલેશની કરેલી પસંદગીઃ સપ્‍ટેમ્‍બર માસની ૨૭મી તારીખને ગુરૂવારે સેનેટની જ્‍યુડીસરી કમીટીમાં સુનાવણાી અને પૂછપરછની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને બન્‍ને વ્‍યકિતઓ જુદા-જુદા સમયે સમિતિ સમક્ષ હાજર રહેશે અને અમેરીકાના તમામ રહીશો રાષ્‍ટ્રીય ચેનલો દ્વારા જીવંત પ્રસારણ નિહાળી શકશે

(કપિલા શાહ દ્વારા) શિકાગો : અમેરીકાના સર્વોચ્‍ચ ન્‍યાયાલયમાં અકે ન્‍યાયાધીશની જગ્‍યા ખાલી પડતા તેને પુરવા માટે અમેરીકાના પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે નામદાર ન્‍યાયાધીશ બ્રેટ કવનગાના નામની ભલામણી કરી હતી અને તેમના નામની સેનેટની જ્‍યુડીસરી કમીટીમાં જરૂરી ચર્ચાઓ ચાલી રહી છે અને આ વેળા અમેરીકાના પ્રમુખે સુચવેલ નામદાર ન્‍યાયાધીશ બ્રેટ કવનગા પણ હાજર હતા અને તેમને સેનેટરો દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોનો યોગ્‍ય ઉત્તરો પણ આપ્‍યા હતા અને આ સમગ્ર પ્રકિયા ચાલુ હતી ત્‍યાં તો કેલિફોર્નિયાના એક મહિલા પ્રોફેસર ડો. ક્રિસ્‍ટીન બ્‍લેસી ફોર્ડે સર્વોચ્‍ચ અદાલતના ન્‍યાયાધીશ તરીકે અમેરીકાના પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે પસંદ કરેલ નામદાર ન્‍યાયાધીશ બરેટ કવનગા સામે પોતે હાઇસ્‍કૂલમાં જ્‍યારે નાની વયની હતી તે વેળા તેણીના પર જાતિય રીતે હૂમલો કર્યો હતો અને તે વેળા ડો. ફોર્ડ મોટા અવાજે બૂમાબૂમ કરતા તેણીના મોં પર કવનગાએ જોરથી હાથ મુકતા તેણીનો શ્વાસ રૂંધાઇ ગયો હોવાનું લાગતા તેને હડસેલીને ડો. ફોર્ડ તેની નાગચુડમાંથી મુક્‍ત થઇને ભાગી છૂટી હતી. આ વેળા બ્રેડ કવનગા નશા કરેલી હાલતમાં હતો એવો આરોપ મુકતા સેનેટની જ્‍યુડીસરી કમીટીની સુનાવણી કરી રહેલા સભ્‍યોમાં એક નવો વળાંક આવ્‍યો હતો.

સેનેટની જ્‍યુડીસરી કમીટીમાં કુલ ૨૧ જેટલા સભ્‍યો છે. તેમાં ૧૧ જેટલા સભ્‍ય રીપબ્‍લીકન પાર્ટીના અને ૧૦ જેટલા સભ્‍યો ડેમોક્રેટીક પાર્ટીના છે. નવાઇની વાત તો એ છે કે જ્‍યુડીસરી કમીટીમાં રીપબ્‍લીકન પાર્ટીના જે ૧૧ સભ્‍યો છે અને તેઓની બહુમતી હોવા છતાં એકપણ મહિલા સેનેટરને તે સમિતિમાં સ્‍થાન આપવામાં આવેલ નથી તેથી સમગ્ર અમેરીકામાં વસવાટ કરી રહેલા લોકો અચરજની લાગણી અનુભવી રહ્યા છે.

એક ઉચ્‍ચ ડિગ્રી ધરાવતી ભણેલી મહિલાએ સુપ્રીમ કોર્ટના પસંદગીના ન્‍યાયાધીશના પદ માટે જેમના નામની ભલામણ કરવામાં આવેલ છે તેવા ન્‍યાયાધીશ બ્રેટ કવનગાની સામે જાતિય રીતે હૂમલો કરવાનો તેમજ તેણીની સતામણી કર્યાનો આરોપ મુકતા સમગ્ર અમેરિકામાં વસવાટ કરતા લોકોમાં ખળભળાટ પ્રસરી જવા પામ્‍યો હતો. પરંતુ વ્‍હાઇટ હાઉસના સત્તાવાળાઓ તથા પસંદગીના ન્‍યાયાધીશે આ આક્ષેપો બદ ઇરાદાવાળા તેમજ હળહળતા અને બનાવટી તેમજ ઉપજાવી કાઢેલા છે એમ જણાવ્‍યું હતું.

હવે આ સમગ્ર કિસ્‍સો પેચીદો બનતા આ સમગ્ર બિનાની આગામી સુનાવણી કેવી રીતે હાથ ધરવી તે અંગે મનોમંથન કરતા જ્‍યુડીસરી કમીટીના સભ્‍યો વતી કોઇ બહારની મહિલા અનુભવી વકીલને આ કાર્ય સોંપવાનો નિર્ણય કરતા એરીઝોના રાજ્‍યના પ્રોસિક્‍યુટર રશેલ મિશેલને જજ બ્રેટ કવનગા તેમજ આરોપ મુકનાર મહિલાને જરૂરી પ્રશ્નો પૂછીને સત્‍ય જાણવા માટે તેમના નામની જાહેરાત આ હેવાલ લખાઇ રહ્યો છે તે વેળા કરવામાં આવી હતી.

ફોનિક્‍સમાં મેરીકોપા કાઉન્‍ટીની એટર્નીની ઓફિસમાં સેક્‍સ ગુનાઓ બ્‍યુરોના વડા મિશેલ આવતા ગુરૂવાર સપ્‍ટેમ્‍બર માસની ૨૭મી તારીખના રોજ સેનેટની જ્‍યુડીસરી કમીટીમાં આ બન્‍ને વ્‍યકિતઓની જરૂરી વ્‍યાવસાયિક રીતે પ્રશ્નોત્તરી કરીને સાચી બીના જાણવાનો પ્રયાસ હાથ ધરવામાં આવશે.

આ સમગ્ર પ્રક્રિયા આવતા ગુરૂવારે થનાર છે અને તેને રાષ્‍ટ્રીય ચેનલો દ્વારા ટીવી પર પ્રસારીત કરવામાં આવશે અને અમેરીકામાં વસવાટ કરતા તમામ લોકો તેને નિહાળી શકશે.

છેલ્લા સમાચારો મુજબ સેનેટની જ્‍યુડીસરી કમીટીના સભ્‍યો શુક્રવારે મતદાન કરશે એવું જાણવા મળેલ છે અને ત્‍યારબાદ સેનેટના ફલોર પર મતદાન કરવામાં આવશે. આવતા ગુરૂવારે સેનેટની જ્‍યુડીસરી કમીટીમાં જે સુનાવણી હાથ ધરાનાર છે તે અંગે સમગ્ર લોકોમાં અનેરી ઉત્‍કંઠા પ્રસરેલી જોવા મળે છે.

એક જ દિવસે આ બન્‍ને વ્‍યકિતઓ અંગે જુદા-જુદા સમયે પ્રશ્નોત્તરી થશે માટે સમગ્ર પ્રજાનું ધ્‍યાન આ ટીવી ચેનલો પર કેન્‍દ્રીત રહે તે સ્‍વાભાવિક છે. આ અંગેની છેલ્લામાં છેલ્લી માહિતીઓ અમો અમારા વાંચક વર્ગ માટે અત્રે રજુ કરીશું તેની સૌ ખાત્રી રાખે.

(9:27 pm IST)