Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

જૈન સોસાયટી ઓફ મેટ્રોપોલીટન શિકાગોમાં સપ્‍ટેમ્‍બર માસની ૩૦મી તારીખને રવિવારે સોસાયટીના આરાધના ભવનમાં તપસ્‍વીઓનું થનારૂ બહુમાનઃ આ દિવસે તપસ્‍વીઓના માનમાં સાંજીનો ભવ્‍ય કાર્યક્રમ યોજવામાં આવશે અને તેમાં જૈન સ્‍તવનો, ભક્‍તિ સંગીત તેમજ ગુજરાતી લોકગીતો રજૂ કરવામાં આવશેઃ બપોરે સાડાત્રણ વાગે કાર્યક્રમ શરૂ થશે અને સ્‍વામી વાત્‍સલ્‍ય બાદ સાંજી સંગીતનો ભવ્‍ય કાર્યક્રમ યોજવામાં આવશેઃ જૈન સંઘના તમામ સભ્‍યોને હાજર રહેવા આમંત્રણ

 

 (કપિલા શાહ દ્વારા) શિકાગો : જૈન સોસાયટી ઓફ શિકાગોમાં પર્યુષણ પર્વ અને દસ લક્ષણા મહા પર્વની આરાધના સુંદર રીતે થઇ હતી અને અનેક શ્રાવકો તથા શ્રાવિકાઓ તથા કિશોરો અને કિશોરીઓએ ઉગ્ર તપર્યાઓ કરી હતી.

આ તપસ્‍વીઓને સન્‍માન કરવાનો એક ભવ્‍ય સમારંભ સપ્‍ટેમ્‍બર માસની ૩૦મી તારીખને રવિવારે જૈન સેન્‍ટરના આરાધના ભવનમાં યોજવામાં આવેલ છે અને તેમાં બપોરે સાડાત્રણથી સાડાચાર વાગ્‍યા દરમ્‍યાન તસ્‍વીઓની શોભાયાત્રા યોજવામાં આવશે અને ત્‍યારબાદ બહુમાન અને સ્‍વામી વાત્‍સલ્‍યનો કાર્યક્રમ યોજવામાં આવેલ છે.

સાંજના સાત વાગ્‍યાથી રાત્રે નવ વાગ્‍યા દરમ્‍યાન સાંજી અને જૈન સ્‍તવનો તથા લોકસંગીતનો કાર્યક્રમ યોજવામાં આવશે માટે જે ભાઇઓ તથા બહેનોએ તપર્યાઓ કરી હોય તેમણે પોતાના નામોનું રજીસ્‍ટ્રેશન કરાવવાનું રહેશે એવું સંચાલકોએ જણાવ્‍યું છે. જૈન સેન્‍ટરના તમામ સભ્‍યોને આ અવસરનો લાભ લેવા આગ્રહભરી વિનંતી છે.

(9:27 pm IST)