Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

છેલ્લા 25 વર્ષથી અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટમાં સેવાઓ આપી રહેલા ભારતીય મૂળના મહિલા અધિકારી સુશ્રી ઉજરા જોઈ નું રાજીનામુ : ટ્રમ્પ શાસનમાં લઘુમતી કોમ તથા મહિલાઓ પ્રત્યે ભેદભાવભરી નીતિ જવાબદાર હોવાનો આક્ષેપ

વોશિંગટન :અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટમાં છેલ્લા 25 વર્ષથી સેવાઓ આપતી ભારતીય  મૂળના  મહિલા સુશ્રી ઉજરા જોઈ એ  રાજદૂત પદ ઉપરથી રાજીનામુ આપી દીધું  હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

સુશ્રી ઉજરાએ રાજીનામુ આપવાના કારણમાં જણાવ્યા મુજબ ટ્રમ્પ શાસનમાં લઘુમતી કોમ તથા મહિલાઓ પ્રત્યે ભેદભાવભરી નીતિ અપનાવવામાં આવે છે.તેઓને તેમની લાયકાત કરતા નીચા પદની નોકરી આપવામાં આવે છે.અથવા રાજીનામુ આપવુ પડે તેવું વર્તન કરવામાં આવે છે.

તેમણે ઉમેર્યું હતું કે વંશીય ભેદભાવના કારણે છેલ્લા પાંચ જ મહિનામાં 3 આફ્રિકન અમેરિકન ટોપ લેવલના અધિકારીઓએ રાજીનામાં આપી દીધા છે.જેમની જગ્યાએ ગોરી ચામડી વાળાઓને નિમણુંક અપાઈ છે.અપમાન જનક પરિસ્થિતિમાં નોકરી કરવા મજબુર કરાઈ રહેલા લઘુમતી કોમના અધિકારીઓ ના રાજીનામાઓ અંગે તેઓ ડેટા એકત્ર કરી ટ્રમ્પ શાસનની નીતિ રીતિ વિરુદ્ધ પુરાવાઓ એકત્ર કરી તેમની પોલ ખોલવા કટિબદ્ધ થયા હોવાનું જાણવા મળે છે.

(7:22 pm IST)