Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

''ગ્લોબલ હેલ્થકેર સમિટ'': AAPI તથા ભારત સરકારના સંયુકત ઉપક્રમે મુંબઇમાં ૨૮થી ૩૧ ડિસેં.૨૦૧૮ દરમિયાન કરાયેલું આયોજનઃ વિદેશોમાં વસતા ભારતીય મૂળના ૩૦૦ જેટલા નિષ્ણાંત તથા નામાંકિત તબીબો હાજરી આપશેઃ ભારતની વધતી રહેલી વસતિને પોષાય તેવા ભાવે વિશ્વ સ્તરીય આરોગ્ય સેવા પૂરી પાડવા માટે નેટવર્ક ગોઠવાશે

વોશીંગ્ટનઃ ''અમેરિકન એશોશિએશન ઓફ ફીઝીશીઅન્શ ઓફ ઇન્ડિયન ઓરીજીન (AAPI)''ના ઉપક્રમે ભારતના મુંબઇ મુકામે ૨૮ થી ૩૧ ડિસેં.૨૦૧૮ દરમિયાન ગ્લોબલ હેલ્થકેર સમિટનું આયોજન કરાયું છે.

ભારત સરકારના સંયુકત ઉપક્રમે સાથે યોજાનારી આ સમિટમાં દેશમાં વધી રહેલી વસતિને આરોગ્ય સેવાઓ પૂરી પાડવા યોગ્ય નેટવર્કનું આયોજન કરાશે. જે માટે કરવાના થતા રોકાણો અંગે ચર્ચા થશે.

આ સમિટમાં વિદેશોમાં વસતા ભારતીય મૂળના ૩૦૦ જેટલા નિષ્ણાંત તથા નામાંકિત તબીબો તેમજ સ્થાનિક તબીબો હાજરી આપશે. તથા દેશના પ્રજાજનોને ઉચ્ચ કક્ષાની તથા પોષાય તેવા દરે આરોગ્ય સુવિધા મળી રહે તે માટે  આયોજન કરાશે. સમિટને ઇન્ડિયન મેડીકલ એશોશિએશન તેમજ, હેલ્થ મિનીસ્ટ્રી, તથા વિદેશ મંત્રાલયનો સાથ અને સહકાર મળશે. તેમ AAPI પ્રેસિડન્ટ ડો.નરેશ પરીખએ જણાવ્યું હતું. વિશેષ માહિતિ www.aapiusa.org દ્વારા મળી શકશે. તેવું સમાચાર સૂત્ર દ્વારા જાણવા મળશે.

(10:10 pm IST)