Gujarati News

Gujarati News

News of Wednesday, 28th August 2019

યુ.એસ.માં IAPના ઉપક્રમે ગરબા તથા દાંડીયારાસની રમઝટ બોલશેઃ બર્ગન કોમ્યુનીટી કોલેજ જીમ્નેશીઅમ ખાતે ૫ ઓકટો.૨૦૧૯ના રોજ યોજાનારો સાંસ્કૃતિક પ્રોગ્રામ

 (દિપ્તીબેન જાની દ્વારા) ન્યુજર્સીઃ યુ.એસ.માં IAPના ઉપક્રમે ગરબા તથા દાંડીયા રાસનો વાર્ષિક કાર્યક્રમ આગામી ૫ ઓકટો. ૨૦૧૯ના રોજ યોજાશે.

છેલ્લા ૧૫ વર્ષથી યોજાતા આ સાંસ્કૃતિક કાર્યક્રમનું સ્થળ બર્ગન કોમ્યુનીટી કોલેજ જીમ્નેશીઅમ રહેશે. જયાં કોમ્યુનીટી મેમ્બર્સ સાથે મળી તહેવારનો આનંદ માણશે. તથા નેટવર્કીગની તકો મેળવશે.

ટિકિટના દર મેમ્બર્સ માટે ૧૩ ડોલર તથા નોન મેમ્બર્સ માટે ૧૫ ડોલર રાખવામાં આવ્યા છે. જેમાં રીફ્રેશમેન્ટનો સમાવેશ  થઇ જાય છે.

રાસ ગરબાની રમઝટ માટે ભેગા થવાની અપેક્ષા હોવાનું IAP કમિટીની યાદીમાં જણાવાયું છે.

(9:57 pm IST)