Gujarati News

Gujarati News

News of Saturday, 28th July 2018

ઓસ્ટ્રેલિયામાં માયાભાઇ અને ઉર્વશી રાદડિયાના ડાયરામાં થયો ડોલરનો વરસાદ

મેલબોર્ન તા. ૨૮ : લોકડાયરો હોય અને તેમાં પૈસાનો વરસાદ ન થયા તો જ નવાઈ! ખાસ કરીને સૌરાષ્ટ્રમાં યોજાતા ડાયરાઓમાં રૂપાયાનો વરસાદ થતા તમે જોયો હશે. ભૂતકાળમાં નામી કલાકારોના ડાયરામાં ચાર-પાંચ કરોડ સુધી પૈસા ઉડાવવામાં આવ્યાના સમાચાર આપણે સાંભળી ચુકયા છીએ. હવે વિદેશોમાં પણ આવા ડાયરાઓ યોજાઈ રહ્યા છે. તાજેતરમાં ઓસ્ટ્રેલિયા ખાતે ઉર્વશી રાદડિયા અને માયાભાઈ આહિરના ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ ડાયરામાં પણ ઓસ્ટ્રેલિયામાં રહેતા ગુજરાતી સમાજે ડોલરનો વરસાદ કર્યો હતો. ૨૧મી જુલાઈના રોજ આ ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું.

મેલબોર્નના માલવેર્ન ખાતે આ ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્ર પટેલ સમાજ વિકટોરિયા દ્વારા આ ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું.

ઉર્વશી રાદડિયા અને માયાભાઈ આહિરે માલવેર્ન ટાઉન હોલ ખાતે આયોજિત આ ડાયરામાં હાજર ઓડિયન્સને લોકસાહિત્ય અને લોકગીતોનો રસ પીરસ્યો હતો.

બંને કલાકારોને સાંભળવા માટે મોટી સંખ્યામાં ગુજરાતનીઓ અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાંથી આવીને અહીં વસેલા લોકો ઉમટી પડ્યા હતા. (૨૧.૬)

(4:58 pm IST)