Gujarati News

Gujarati News

News of Friday, 28th June 2019

" મિસ યુનિવર્સ ઓસ્ટ્રેલિયા 2019 " નો તાજ ભારતીય મૂળની યુવતી પ્રિયા સેરાવના શિરે : ભારતના હૈદરાબાદમાં જન્મેલી પ્રિયાએ ઓસ્ટ્રેલિયાની 26 સૌંદર્ય સામ્રાજ્ઞિઓ વચ્ચે મેદાન માર્યું

મેલબોર્ન : તાજેતરમાં ગઈકાલ ગુરુવારે  ઓસ્ટ્રેલિયાના મેલ્બર્નમાં યોજાઈ ગયેલી સૌંદર્ય સ્પર્ધામાં ભારતીય મૂળની યુવતી 27 વર્ષીય પ્રિયા સેરાવ  " મિસ યુનિવર્સ ઓસ્ટ્રેલિયા 2019 " નો તાજ મેળવવા ભાગ્યશાળી બની હતી.જે માટે તેણે કોઈ આશા રાખી ન હોવા છતાં તે વિજેતા બનતા તેના આનંદનો પાર રહ્યો નહોતો , પ્રિયાએ  જણાવ્યું હતું કે આ અગાઉ તેણે કોઈપણ સૌંદર્ય સ્પર્ધામાં ભાગ લીધો નથી કે મોડેલીંગ પણ કર્યું નથી.ભારતના હૈદરાબાદમાં જન્મેલી પ્રિયા હવે આગામી દિવસોમાં તે મિસ યુનિવર્સ સ્પર્ધામાં ઓસ્ટ્રેલિયાનું પ્રતિનિધિત્વ કરશે

(12:00 am IST)