Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

અમેરિકાના કનેક્ટિકટમાં આવેલા વલ્લ્ભધામ મંદિરમાં 23 મે ના રોજ ' મીટ એન્ડ ગ્રીટ ' પ્રોગ્રામ યોજાયો : ન્યુયોર્ક ખાતેના ભારતના કોન્સ્યુલ જનરલ શ્રી રણધીર જયસ્વાલ ,ઉપરાંત ભારતીય કોમ્યુનિટીના જુદા જુદા સ્થળોના 35 આગેવાનો એક છત્ર હેઠળ ભેગા થયાની સૌપ્રથમ ઘટના : રાષ્ટ્રગીતનું ગાન ,સાંસ્કૃતિક કાર્યક્રમો ,કોન્સ્યુલ જનરલનું ઉદબોધન ,તથા ડિનર સાથે રંગેચંગે કાર્યક્રમ સંપન્ન

દિપ્તીબેન જાની દ્વારા ,ન્યુજર્સી : અમેરિકાના કનેક્ટિકટમાં આવેલા વલ્લ્ભધામ મંદિરમાં 23 મે સોમવારના રોજ  ' મીટ એન્ડ ગ્રીટ ' પ્રોગ્રામયોજાઈ ગયો. જેમાં ન્યુયોર્ક ખાતેના ભારતના કોન્સ્યુલ જનરલ શ્રી રણધીર જયસ્વાલ ઉપરાંત ભારતીય કોમ્યુનિટીના જુદા જુદા સ્થળોના 35 આગેવાનો એક છત્ર હેઠળ ભેગા થયાની સૌપ્રથમ ઘટનાનું નિર્માણ થયું હતું.

મીટ એન્ડ ગ્રીટ પ્રોગ્રામમાં હાજર રહેલા મહાનુભાવોમાં રોકી હિલ ખાતેના ડેમોક્રેટિક ચેર પર્સન સુશ્રી તેજલ વાલમ ,ગ્રીનવીચ ખાતેના કોમ્યુનિટી લીડર સુશ્રી દીતા ભાર્ગવ ,સ્ટેટ રીપ્રેઝન્ટેટિવ શ્રી હેરી અરોરા ,વલ્લભધામ ટેમ્પલ પ્રેસિડન્ટ શ્રી રાજીવ દેસાઈ સહિતનાઓનો સમાવેશ થતો હતો.

કાર્યક્રમની શરૂઆત ભારતના રાષ્ટ્રગીતથી કરવામાં આવી હતી.બાદમાં સ્વાગત પ્રાર્થના તથા ભારતના પરંપરાગત ડાન્સ યોજાયા હતા.કાર્યક્રમના બે વિભાગ પાડવામાં આવ્યા હતા.જે મુજબ શ્રી જયસ્વાલે કોમ્યુનિટી માટે ઉપયોગી અને ઉત્તમ ઉદબોધન કર્યું હતું. બાદમાં પ્રશ્નોત્તરીનો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં વિઝા ,પાસપોર્ટ તથા OCI અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં તમામ માટે વિનામૂલ્યે પ્રવેશની વ્યવસ્થા રાખવામાં આવી હતી.સ્વાદિષ્ટ ડિનર બાદ કાર્યક્રમ પૂર્ણ થયો હતો.

(2:21 pm IST)