Gujarati News

Gujarati News

News of Friday, 28th May 2021

દક્ષિણ ભારતમાં પ્રોપર્ટી લેવા તરફ એનઆરઆઈ સમૂહનો ઝોક : કર્ણાટક ,તામિલનાડુ ,અને કેરાલામાં પ્રોપર્ટીની ખરીદીમાં વધારો નોંધાયો : અર્થતંત્રની મંદી અને ડોલરની સરખામણીમાં ઘસાઈ રહેલો રૂપિયો જવાબદાર

ન્યુદિલ્હી : વિદેશોમાં વસતા ભારતીયોમાં દક્ષિણ ભારતના વતનીઓની સંખ્યા મોટા પ્રમાણમાં છે. જેઓ બે પાંદડે થતા વતનમાં મકાન લેવાની ઈચ્છા ધરાવે  છે.

હાલમાં કોવિદ -19 સંજોગોને કારણે અર્થતંત્રમાં મંદી જોવા મળી રહી છે. ઉપરાંત ડોલરની સરખામણીમાં રૂપિયાનું મૂલ્ય ઘટેલું જોવા મળી રહ્યું છે.આથી સ્વાભાવિક વિદેશોમાં વસતા સાઉથ ઇન્ડિયાના વતનીઓ માટે પોતાના વતનમાં પ્રોપર્ટી ખરીદવાની તકોનું નિર્માણ થયું છે.

2021 ની સાલમાં એનઆરઆઈ સમૂહ દ્વારા દક્ષિણ ભારતમાં રીઅલ એસ્ટેટ ક્ષેત્રમાં 13.1 બિલિયન ડોલરનું રોકાણ કરાયું હતું.તેની સામે 2022 ની સાલમાં આ આંકડો 14.9 બિલિયન ડોલરને આંબી જવાની ધારણા છે.તેવું બી.એલ.દ્વારા જાણવા મળે છે.

(6:40 pm IST)