Gujarati News

Gujarati News

News of Friday, 28th May 2021

અમેરિકામાં યોજાયેલી સાયન્સ એન્ડ એન્જીનીઅરીંગ સ્પર્ધામાં ભારતીય મૂળના સ્ટુડન્ટ્સનો ડંકો : મોટી રકમના મોટા ભાગના એવોર્ડ અંકે કરી વતનનું નામ રોશન કર્યું

ન્યુયોર્ક : અમેરિકામાં યોજાયેલી સાયન્સ એન્ડ એન્જીનીઅરીંગ સ્પર્ધામાં મોટી રકમના મોટા ભાગના એવોર્ડ અંકે કરી ભારતીય મૂળના સ્ટુડન્ટ્સે વતનનું નામ રોશન કર્યું છે.

રેગેરન ઇન્ટરનેશનલ  સાયન્સ એન્ડ  એન્જિનિયરિંગ ફેરમાં ઇન્ડિયન અમેરિકન સ્ટુડન્ટ્સે મોટી રકમના મોટા ભાગના એવોર્ડ એવોર્ડ જીતી લીધા હતા. 21 મેના રોજ રેજિરોન ફાર્માસ્યુટિકલ્સ એન્ડ સોસાયટી ફોર સાયન્સે   વિજેતાઓના નામોની  ઘોષણા કરી હતી. જેમાં ઘણા ઇન્ડિયન અમેરિકન વિદ્યાર્થીઓ સન્માનિત થયા છે. વિજેતાઓને કુલ 5 મિલિયન ડોલર મળ્યા છે. આ સ્પર્ધાને  સૌથી મોટી વૈશ્વિક હાઇસ્કૂલ STEM સ્પર્ધા માનવામાં આવે છે. જેમાં મિશિગન સ્થિત ઇન્ડિયન અમેરિકન સ્ટુડન્ટ  મિશેલ હુઆએ ગ્રાન્ડ વિનર તરીકે 75 હજાર ડોલરનું સૌથી મોટું  ઇનામ મેળવ્યું હતું. ન્યુ યોર્કની કેથરિન કિમ અને નોર્થ કેરોલિનાના ડેનિયલ શેને 5૦,૦૦૦ ડોલરના ઇનામ જીત્યા હતા જે બીજા નંબરના સૌથી મોટા ઇનામ ગણાય છે.

અન્ય વિજેતાઓમાં આર્ય તસચંદ, નેહા મણિ, 17 વર્ષીય વરુણ રાજ ,મદન માયા ,સોનલ બુટાની ,અશ્વિકા અગ્રવાલ ,ઇશાન એસ. બ્રાર ,પેરિસા આર્યાના વઝિર ,શ્રેય જોશી ,ઇશાન જાવાલી , તથા નેહા મણિ સહિતનાઓનો સમાવેશ થાય છે.

રેજેનરોન આઇએસઇએફ સ્ટેમના ભાવિ નેતાઓ માટે વૈશ્વિક મંચ પૂરો પાડે છે  શ્રેષ્ઠ અને તેજસ્વી યુવાન દિમાગને તેમના મૂળ સંશોધન વિચારો અગ્રણી વૈજ્ઞાનિકો અને સાથીદારો માટે રજૂ કરવા માટે તક પુરી પાડે છે.તેવું ઈ.વે.દ્વારા જાણવા મળે છે.

(9:25 am IST)