Gujarati News

Gujarati News

News of Monday, 28th May 2018

યુ.એસ.માં BAPS ચેરીટીઝના ઉપક્રમે યોજાયેલી ‘‘વોકથોન ગ્રીન ૨૦૧૮''ને અભૂતપૂર્વ પ્રતિસાદઃ આબાલ વૃધ્‍ધ સહિત તમામ ઉંમરના ૧૨૦૦ ઉપરાંત ભાઇ બહેનો જોડાયા

ટેક્સાસ: બીએપીએસ ચૅરિટિઝની ડલાસ, ટેક્સાસ ખાતે 2018ના મે મહિનાની 19મી તારીખે યોજાએલી વાર્ષિક વૉકેથોન વૉક ગ્રીન 2018માં સમાજના દરેક વયજૂથના સભ્યોએ સહકુટુંબ ભાગ લીધો હતો. 2018 એ ત્રીજું વર્ષ છે જેમાં બીએપીએસની વાર્ષિક વૉકેથોન ધ નૅચર કન્ઝર્વન્સી સંસ્થાને સહાયરૂપ બની છે; અને એ દ્વારા ધ નૅચર કન્ઝર્વન્સી સંસ્થાના પૃથ્વી પરના ભૂમિ અને જળ સ્ત્રોતોના સંવર્ધન દ્વારા ભાવિ પેઢીના સંરક્ષણના કાર્યમાં સહાય કરે છે. હાલ આ સંસ્થા 2025ના વર્ષ સુધીમાં એક લાખ કરોડ વૃક્ષો રોપવાના કાર્યક્રમમાં બીએપીએસ ચૅરિટીઝ 130,000 વૃક્ષો રોપવા માટે 1લાખ 65હજાર ડૉલરનો ફાળો આપશે. આ વૈશ્વિક કાર્યમાં આધારરૂપ બનવા ઉપરાંત, આ વર્ષે બીએપીએસ ચૅરિટીઝે વૉકેથોન દ્વારા "ધ અરવિંગ સ્કૂલઝ ફાઉન્ડેશન" અને "ધ અરવિંગ સિટીઝન્સ ફાયર ઍકેડેમી એસોસિએશન"ને પણ સહાય કરી હતી. "ધ અરવિંગ સ્કૂલઝ ફાઉન્ડેશન" અરવિંગ આઈએસડી અર્થાત અરવિંગ શહેર શાળાકીય વિસ્તારમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓને નાણાંકીય સહાય આપે છે. આ સહાય શિક્ષકો અને વિદ્યાર્થીઓને અભ્યાસની મહત્તમ તક ઉત્પન્ન કરવામાં ઉપયોગી થાય છે. શિક્ષકો અને વિદ્યાર્થીઓ આ રકમનો બિનપ્રણાલિગત કાર્યક્રમો, શિષ્યવૃત્તિ; અને સર્જનાત્મક, નેતૃત્વ તથા અભ્યાસ આનુસંગિક સફળતા મેળવે એવી પ્રવૃત્તિઓમાં વાપરતા હોય છે.

ચાલવામાં 1200થી વધુ લોકો જોડાયા હતાં. સાઉથલેકના રહેવાસી રીના જરીવાલાના કહેવા પ્રમાણે, બીએપીએસ ચૅરિટીઝના કાર્યક્રમમાં ભાગ લેવો સાચે જ એક સત્કાર્ય છે. આ રીતે "ધ નૅચર કન્ઝર્વન્સી" અને એના એક અબજ વૃક્ષો ઉગાડવાની ઝુંબેશમાં ટેકો કરવામાં મને ગર્વનો અનુભવ થાય છે. આપણા ગ્રહના રક્ષણ માટે પર્યાવરણ અંગે જાગ્રત થવાની શીખ મારા બાળકોને આપવાની આ એક ઉમદા તક છે." રીનાબેન છેલ્લા ત્રણ વર્ષથી બીએપીએસ ચૅરિટિઝની વૉક ગ્રીન વૉકેથોનમાં ભાગ લે છે.

બીએપીએસ ચૅરિટીઝ આ તકનો ઉપયોગ સમાજના સભ્યોમાં પર્યાવરણ સંરક્ષણ અંગે સેવા અને પ્રતિબદ્ધતા વિકસાવવામાં કરે છે. આવી પ્રવૃત્તિ લોકોમાં પોતાની આસપાસની કાર્યવિધિઓમાં એક ચેતના આણવાનું કામ કરે છે. વળી, આ સભાનતા લોકોમાં વૈશ્વિક સુમેળ સાધવાનું કામ કરે છે.

અરવિંગના મૅયર રિક સ્ટૉપફરે બીએપીએસ ચૅરિટીઝની પ્રવૃત્તિઓ અંગે જણાવ્યું હતું કે, " આપણે અનેક રીતે સારા કામ કરી શકીએ છીએ. આવી રીતે બધાં એકત્ર થઈ કામ કરે છે, મુખ્યત્વે યુવાનો જેઓ સેવા અને સહકારનો મહિમા સમજી શક્યા છે, એ જોઈ હું બીએપીએસનો અત્યંત આભારી છું કે તેઓ આપણને એક થઈ  પર્યાવરણની જાળવણી કરવાની મોટી શીખ આપે છે. આપણે વર્ષના અંત સુધીમાં 3 લાખ વૃક્ષો વાવી શકીશું એ સુખદ આશ્ચર્ય છે!" તેવું શ્રી ગૂંજન શાહના અહેવાલ દ્વારા શ્રી સુભાષ શાહની યાદી જણાવે છે.

(12:49 am IST)
  • ભારતીય વાયુસેના માટે રશિયા પાસેથી એસ-400 ટ્રિમફ વાયુરક્ષા મિસાઈલ ખરીદવા માટે કિંમત બાબતે વાતચીત પૂર્ણ :સોદો અંદાજે 40,000 કરોડમાં નક્કી થયાના અહેવાલ :હવે બન્ને દેશો અમેરિકાના કાનૂનના પ્રાવધાનોથી બચવાના તરીકા શોધી રહ્યાં છે :આ સોદાની જાહેરાત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે ઓક્ટોબરમાં થનાર વાર્ષિક શિખર સંમેલનમાં થવાની શકયતા છે . access_time 11:32 pm IST

  • સરકારી બંગલો ખાલી કરવાના આદેશ વિરૂદ્ધ મુલાયમ પણ સુપ્રિમ કોર્ટમાં : અખિલેશ યાદવે પણ કરી'તી અપીલ access_time 4:59 pm IST

  • ભાજપના સાંસદ શત્રુઘ્નસિંહાએ મોદી સરકારના ચાર વર્ષ પુરા થવા પ્રસંગે પાર્ટીને નિશાને લીધી :શોટગને કહ્યું કે છેલ્લા ચાર વર્ષમાં ભાજપની ઉપલબ્ધી રહી છે માત્ર વાયદા વાયદા અને વધુ વાયદા કરવા : શત્રુઘ્ને ટ્વીટર પર લખ્યું કે મને એવો સવાલ પુછાઈ રહ્યો કછે કે મોદી સરકારની ચાર વર્ષની ઉપલબ્ધી શું છ? તો મારો જવાબ છે કે કામ નહીં પરંતુ માત્ર વાયદો કરવો : શત્રુઘ્નસિંહાએ કહ્યું કે તેની પાર્ટી વાયદા અને વાયદા અને માત્ર વાયદા કરવામાં સૌથી અવ્વલ નંબરની પાર્ટી બની છે. access_time 7:15 am IST