Gujarati News

Gujarati News

News of Monday, 28th May 2018

‘‘વેશ્નવો આનંદો'': અમેરિકાના ન્‍યુજર્સીમાં VYOના ઉપક્રમે ઉજવાનારા ઉત્‍સવોની ઝાંખી સ્‍વરૂપે ૩૦મે બુધવારના રોજ સંગીત સંધ્‍યાનું આયોજનઃ પુ.ગોસ્‍વામી ૧૦૮ શ્રી વૃજકુમારજી મહોધ્‍યશ્રીની પ્રેરણાથી ઉજવાનારા ઉત્‍સવો અંતર્ગત ૨૯ જુનથી ૬ જુલાઇ ૨૦૧૮ દરમિયાન ‘‘શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞ'': ૬ જુલાઇથી ૮ જુલાઇ ૨૦૧૮ દરમિયાન દ્વિતીય ઇન્‍ટરનેશનલ વૈશ્નવ અધિવેશન

(દિપ્તીબેન જાની દ્વારા) ન્‍યુજર્સીઃ યુ.એસ.માં ‘‘વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન (VYO)''ના ઉપક્રમે ૨૯ જુનથી ૬જુલાઇ ૨૦૧૮ દરમિયાન ‘‘શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞ''નું આયોજન કરાયું છે તથા ૬ જુલાઇથી ૮ જુલાઇ ૨૦૧૮ દરમિયાન દ્વિતીય ‘‘ઇન્‍ટરનેશનલ વૈશ્નવ અધિવેશન''નું આયોજન કરાયું છે.

આ ઉત્‍સવોની ઝાંખી સ્‍વરૂપે ૩૦મે ૨૦૧૮ બુધવારના રોજ સાંજે ૬-૩૦ કલાકે રોયલ આલ્‍બર્ટ પેલેસ, ૧૦૫૦ કિંગ જયોર્જીસ પોસ્‍ટ રોડ, ફોર્ડસ, ન્‍યુજર્સી મુકામે સંગીત સંધ્‍યાનું આયોજન કરાયું છે બાદમાં ડીનર યોજાશે. જેમાં શામેલ થવા.

રજીસ્‍ટ્રેશન માટે શ્રી દિપક એમ શાહ (૯૦૮)૨૪૬-૮૦૧૪ dipakshah2@gmail.com અથવા શ્રી ધનસુખ પટેલ (૭૩૨) ૭૬૬-૮૬૦૦ panchvatee@yahoo.com નો સંપર્ક સાધવા જણાવાયું છે.

ઉત્‍સવો અંતર્ગત પૂ.ગોસ્‍વામી ૧૦૮ શ્રી વૃજકુમારજી મહોધ્‍યશ્રીની પ્રેરણાથી ૨૯ જુનથી ૬ જુલાઇ ૨૦૧૮ દરમિયાન યોજનારા શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞના વ્‍યાસાસને શ્રી રમેશભાઇ ઓઝા (ભાઇશ્રી) બિરાજશે. જે દરમિયાન સંત સંમેલન, વલ્‍ભકૂળ સંમેલન, મ્‍યુઝીક ડાન્‍સ, ડાયરો, સહિતના આયોજનો કરાયા છે.

બાદમાં ૬ જુલાઇથી ૮ જુલાઇ ૨૦૧૮ દરમિયાન યોજાનારા દ્વિતીય ઇન્‍ટરનેશનલ વૈશ્નવ અધિવેશનમાં પૂજય જેજેશ્રીના પ્રવચન ડાયરો પ્રોગ્રામ, બાળકોનો સાંસ્‍કૃતિક કાર્યક્રમ, હિન્‍દુઝમ વિષે વિવિધ વકતાઓના વ્‍યાખ્‍યાનો, રાધેશ્‍યામનો સથવારો, કલોધીંગ, જવેલરી એકઝીબિશન, મેડીટેશન સેશન્‍શ, યોગા સેશન્‍શ, રિઅલ એસ્‍ટેટ એકઝીબિશન, ફુડ સ્‍ટોલ સહિત વિવિધ આયોજનો કરાયા છે.

ઉપરોક્‍ત ઉત્‍સવોનું સ્‍થળ ન્‍યુજર્સી કન્‍વેન્‍શન એન્‍ડ એક્ષ્પોઝીશન સેન્‍ટર, ૯૭, સનફિલ્‍ડ એવ, એડિસન ન્‍યુજર્સી રાખવામાં આવ્‍યું છે. જે અંગે વિશેષ માહિતિ માટે કોન્‍ટેક નં.૧-૭૩૪-૬૧૨-૯૮૭૬, અથવા ઇમેલ admin@usa.vyoworld.org, અથવા www.vyowoeld.org નો સંપર્ક સાધવા જણાવાયું છે.

VYO આયોજીત મહોત્‍સવોમાં શામેલ થવા ઇન્‍ટરનેશનલ ચેરમેન શ્રી રમેશ રાખોલિયા RPH (CA), કન્‍વેન્‍શન ચેરમેન શ્રી દિપક એમ શાહ (NJ) કો.ચેરમેન શ્રી જીજ્ઞેશ પંડયા (PA) તથા ડો.જયંત બારાઇ (NJ), મહોત્‍સવ કન્‍વીનર ડો.સરજુ શાહ (MI) તથા કો.કન્‍વીનર શ્રી બિરેન શેઠ (NJ) શ્રી દિપક શાહ (NJ) ડો. યોગેશ પરીખ (PA) તથા સુશ્રી ખ્‍યાતિ મહેર (NJ),કો-ઓર્ડીનેટર્સ શ્રી કિરીટ પટેલ (NJ)શ્રી શ્રીજય પુરોહિત (NJ), કથા ચેરમેન શ્રી ધનસુખ પટેલ, (NJ) કો-ચેરમેન શ્રી ગૌરાંગ પરીખ (NY), ફંડ રેઇઝીંગ ચેરમેન ડો.જયેશ પટેલ (NJ), તથા ગૃહસ્‍થ સંતો, શ્રી અશોક શાહ (ઇન્‍ડિયા) તથા શ્રી રાજીવ શાહએ આમંત્રણ પાઠવ્‍યું છે. તેવું શ્રી સમીર રાવલ ૫૧૬-૬૪૨-૧૮૮૭ની યાદીમાં જણાવાયું છે.

(12:35 am IST)
  • ૧લી જૂને વિશ્વની શ્રેષ્ઠતમ હવામાન આગાહી સિસ્ટમ્સ ખુલ્લી મૂકાશેઃ અતિ ખરાબ હવામાન (સિવીયર વેધર) સહિતની આગાહીઓ સચોટ કરી શકાશે : ૨૪-૪૮ કલાકમાં હવે કેરળના કાંઠે ચોમાસુ બેસી જશે : ૪૮ કલાકમાં કેરળ અને લક્ષદ્વીપમાં ધોધમાર - ભારે વરસાદની આગાહી access_time 10:33 am IST

  • રાજકોટમાં તાપ સાથે લૂ :શહેરમાં આકરો તાપ વરસી રહ્યો છે, બપોરે ૨:૩૦ વાગ્યે ૪૧.૨ ડિગ્રી : ૨૨ કિ.મી.ની ઝડપે ગરમ લૂ ફૂંકાઈ રહી છે : જાહેર માર્ગો સૂમસામ access_time 4:01 pm IST

  • પ્રચંડ હીટ વેવની ઝપટમાં દિલ્હી અને એનસીઆર: પાલમ ખાતે ૪૬ પોઈન્ટ ૨ ડિગ્રી અને સફદરજંગ ખાતે ૪૫ ડિગ્રી જેવું ચામડી બાળતુ ઉષ્ણતામાન નોંધાયું: હજી બે દિવસ સુધી ચાલુ રહેશે તેમ ખાનગી વેધર કમ્પનીએ જણાવ્યું છે. access_time 10:18 pm IST