Gujarati News

Gujarati News

News of Saturday, 26th May 2018

ગુરૂહરિ પ્રાગટય પર્વ ઉજવણીઃ અમેરિકાના એડિસન ન્‍યુજર્સીમાં યોગી ડિવાઇન સોસાયટી દ્વારા પ.પૂ.હરિપ્રસાદસ્‍વામીજીનો ૮૫મો પ્રાગટય પર્વ ઉજવાયો

(દિપ્તીબેન જાની દ્વારા) ન્‍યુજર્સીઃ શ્રી કૃષ્‍ણ ભગવાને શ્રીમદ ભાગવત ગ્રંથમાં કહ્યુ છે, ‘ભગવાન ધારક સંતએ જીવોના મોક્ષનું દ્વાર છે અને યુગે યુગે ભગવાન તેમના દ્વારા પ્રગટ રહે છે' એવા સંત જેમાં રહી ભગવાન જુએ છે, સાંભળે છે અને આશીર્વાદ આપે છે એવા સંત એટલે પ.પૂ.હરિપ્રસાદસ્‍વામીજી (હરિધામ, સોખડા) યોગી ડિવાઇન સોસાયટી, યુ.એસ.એ. દ્વારા પ.પૂ. હરિપ્રસાદસ્‍વામીજીના ૮૫ પ્રાગટય પર્વની ઊજવણીનું આયોજન ન્‍યૂજર્સીના એડીશનના મિરાજ હોલમાં કરવામાં આવ્‍યુ હતુ.

પ.પૂ.હરિપ્રસાદસ્‍વામીજીના ૮૫માં ગુરૂ જયંતિ પર્વના આ પ્રસંગને માણવા માટે એસ.આર.શાહ-ટી.વી.એશિયા, પ્રદીપભાઇ કોઠારી, પિયુષભાઇ પટેલ, મેવાણીજીએ સૌ આમંત્રિત મહેમાનો વતી પ.પૂ.સ્‍વામીશ્રી, પૂ.પ્રેમસ્‍વામીજી, પૂ.ગુરૂપ્રસાદસ્‍વામીજીએ સૌ સંતોને પુષ્‍પગુચ્‍છ-બુકે અર્પણ કરી આશીર્વાદ લીધા.

પ.ભ.લલીતકાકા (યુ.એસ.એ.પ્રેસીડન્‍ટ),પ.ભ.ચન્‍દ્રકાન્‍તભાઇ ઓડ, પ.ભ.ભગવતભાઇ, પ. ભ. વિપુલભાઇએ પ.પૂ.સ્‍વામીશ્રીની મૂર્તિને હાર અપર્ણ કર્યો.

પ.ભ.ચિન્‍મભાઇ રાઠોડ, પ.ભ.કરણભાઇ, પ.ભ.કેતુલભાઇ, પ.ભ.વરૂણભાઇ, પ.ભ.શ્રમીકભાઇએ યુવક મંડળ વતી પ.પૂ.સ્‍વામીશ્રીની મૂર્તિને હાર પહેરાવ્‍યો.

આ પર્વે પૂ.પ્રેમસ્‍વામીજીએ વાત કરતાં કહ્યુ કે આપણે ભારતથી અહીં વધુ સુખી થવા આવ્‍યા છીએ... સુખી કેવી રીતે થવાય? સુખી કોને કહેવાય? જેને શુભ વિચાર, સાચો પ્રેમ, નિર્ભય અને નિヘતિ હોય તે સુખી છે.

આપણા માટે આ દુર્લભ છે પરંતુ સ્‍વામીજી એવા પુરૂષ છે જેમના આશીર્વાદથી નિર્ભય અને નિヘતિ બનીએ.

મહાભારતમાં ભીષ્‍મએ અર્જુનને મારવાની પ્રતિજ્ઞા લીધી ત્‍યારે અર્જુન નિヘતિ બનીને ઊંઘના હતા કારણ તેને કૃષ્‍ણ હતા.!

તેમ આપણા જીવનમાં કૃષ્‍ણ જેવા પ્રભુ મળે તેના જીવનમાં નિર્ભયતા અને નિヘતિતા પ્રગટે.

પૂ.ગુરૂપ્રસાદસ્‍વામીજીએ વાત કરતાં કહ્યુ કે વચનામૃત પ્રથમ ૫૪માં કહ્યુ, આવા જે સંત એ જ ભગવાનનું ભવ્‍ય સ્‍વરૂપ છે. આવા સંત હઠ, માન,ઇર્ખ્‍યાનું ઓપરેશન કરે છે.

પ.પૂ.સ્‍વામીજીએ સૌને શબ્‍દ આપ્‍યો... ‘આત્‍મીયતા અને દાસના દાસ'.

કેન્‍દ્રીય મંત્રીશ્રી રૂપાલાજી આ શબ્‍દોથી પ્રભાવિત થઇને બોલ્‍યા કે ‘દાસના દાસ'આ શબ્‍દ એક વખત દિવસમાં બોલીએ તો દિવસ દરમ્‍યાન હઠ, માન,ઇર્ષ્‍યામા ભાવો નડે નહીં.

શિકાગો મંદિરના ખાતમુર્હુત વખતે હરિભક્‍તોને આખા મંદિરના સર્જનનું દર્શન કરાવ્‍યુ અને ત્‍યાં સ્‍વામીજી બિરાજમાન છે તેવા દિવ્‍ય દર્શન થયા...

પુ.ગુણગ્રાહકસ્‍વામીજીએ વાત કરતાં કહ્યુ કે શ્રીમદ ભાગવત ગીતામાં કૃષ્‍ણ પ્રભુએ કહ્યુ ‘સંભવામી યુગે યુગે...' ભગવાન સંત દ્વારા પ્રગટ છે. ગુરૂહરિ સ્‍વામીશ્રી એવા સંત છે જેનું સાનિધ્‍ય આપણા મનને-અંતરને શાંત અને નિર્મળ બનાવે છે... પ્રારબ્‍ધોને દૂર કરે છે, સંસ્‍કાર અને સંસ્‍કૃતિનું જતન અને સંવર્ધન કરે છે.

સ્‍વામીશ્રીના આત્‍મીય સ્‍પર્શથી અનેક યુવાનોને મંદિર તુલ્‍ય બનાવ્‍યા જેમની આંખ, કાન અને જીભ આજે પોઝીટીવ અને પવિત્ર છે! આજે કેટલાય પરિવારો આત્‍મીયતાથી જીવન જીવી સુખ, શાંતિ આનંદનો અનુભવ કરે છે.

એવા સંત સાથે મૈત્રી થઇ જાય તો આપણુ જીવન ધન્‍ય થઇ જાય અને મોક્ષની પ્રાપ્તિ થાય છે.

આવા સંતપુરૂષની પ્રસન્નતા આપણા જન્‍મોજન્‍મની પૂર્ણાહુતિ કરી દે છે.

પૂ.પૂ.સ્‍વામીશ્રી મંદિરનું સર્જન કરે છે જેથી ચૈતન્‍ય મંદિરો અને આત્‍મીય પરિવારોનું નિર્માણ થાય.

આ સત્‍સંગથી અનેક પરિવારો પોતાની ભાવિ પેઝી માટે નિヘતિ બન્‍યા છે.

આવા સંતના સાનિધ્‍યમાં આપણુ દેહ અને ઘર મંદિર બને છે.

સભાના અંતમાં આમંત્રિત સૌ મહેમાનોએ શ્રીઠાકોરજીની આરતી ઉતારી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

સૌએ ભેગા મળી પ્રસાદ ગ્રહણ કર્યો હતો. તેવું શ્રી જયંત પટેલ ૨૦૧-૮૭૩-૩૨૯૨ની યાદી જણાવે છે.

(11:17 pm IST)