Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

ઇન્‍ડિયન અમેરિકન મહિલા પ્રોફેસર સુશ્રી રિજા જાયનને NSF કેરિઅર એવોર્ડ તથા પાંચ લાખ ડોલરની ગ્રાન્‍ટઃ થ્રી ડી પ્રિન્‍ટેડ સિરામિક મટીરીઅલ્‍સમાં ઇલેકટ્રોમેગ્નેટીક મોજાઓ દ્વારા વિવિધતા લાવવા સંશોધન આગળ વધારશે

વોશીંગ્‍ટનઃ યુ.એસ.ની કાર્નેગી મેલ્લોન યુનિવર્સિટીના ડીપાર્ટમેન્‍ટ ઓફ મિકેનીકલ એન્‍જીનીયરીંગના આસીસ્‍ટન્‍ટ પ્રોફેસર ઇન્‍ડિયન અમેરિકન મહિલા સુશ્રી બી રિજા જાયનને ‘‘નેશનલ સાયન્‍સ ફાઉન્‍ડેશન ફેકલ્‍ટી અર્લી કેરીઅર ડેવલપમેન્‍ટ પ્રોગ્રામ/કેરીઅર એવોર્ડ એનાયત કરાયો છે.

થ્રી ડી પ્રિન્‍ટેડ સિરામિકસ સંશોધન આગળ ધપાવવા તેમને  એવોર્ડ ઉપરાંત પાંચ લાખ ડોલરની ગ્રાન્‍ટ ફાળવાઇ છે. જે અંતર્ગત તેઓ ઇલેકટ્રોમેગ્નેટીક મોજાઓ દ્વારા સિરામિક મટીરીઅલ્‍સમાં વિવિધતા લાવવાનું કામ કરશે.

(9:13 pm IST)