Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

સ્કૂલો બંધ હોવાથી બાળકો આરામથી ઘરમાં બેસે : વારંવાર હાથ ધોતા રહે : પોતાના દેશ માટે ગૌરવ અનુભવે : કોરોના મહામારી વચ્ચે અમેરિકાના પ્રેસિડન્ટનો દેશની ભાવિ પેઢીને સંદેશ : અત્યાર સુધીમાં 1લાખ 4 હજાર ઉપરાંત લોકો કોરોનાથી સંક્રમિત હોવાથી સાવચેતી જરૂરી

વોશિંગટન : વિશ્વ વ્યાપ્ત કોરોના વાયરસે અમેરિકામાં  વધુ હાહાકાર મચાવ્યો છે.જે મુજબ અત્યાર સુધીમાં 1,04,256 લોકો કોરોનાથી સંક્રમિત છે.કંપનીઓમાં ઉત્પાદનો બંધ છે.મોટા ભાગના કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમની સૂચના આપી દેવાઈ છે.બજારો બંધ થઇ ગઈ છે.તેમજ સ્કૂલોમાં પણ રજા જાહેર કરી દેવાઈ છે.આ સંજોગોમાં પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આપણે સહુ સાથે મળીને કોરોના વાઇરસ સામેના યુદ્ધમાં વિજયી બનીશું .લોકો પુરેપુરો સહકાર આપે.
પત્રકારોએ સ્કૂલો બંધ હોવાથી બાળકો માટે શું સંદેશ છે તેવું પૂછતાં તેમણે જણાવ્યું હતું કે બાળકો આરામથી ઘરમાં બેસે.માતાપિતા સાથે રહે.વારંવાર હાથ ધોતા રહે તેમજ તેઓ વિશ્વના સૌથી મહાન દેશના નાગરિક હોવા બદલ ગૌરવ અનુભવે તેમ જણાવ્યું હતું.

(6:22 pm IST)
  • દોઢ લાખ કંપનીના કર્મચારીઓ ઘરે બેસીને કામ કરે છે : દેશની ૧.૪૦ લાખ કંપનીઓએ તેમના કર્મચારીઓને ઘેર બેસી કામ કરવા મંજૂરી આપી છે, જેથી કોરોનાના ફેલાવવાને અટકાવી શકાય તેવી આરોગ્ય મંત્રાલયે જાહેરાત કરી છે access_time 3:54 pm IST

  • કેરાલામાં આજે કોરોના વાઇરસના ૩૯ નવા કેસો નોંધાયા છે: કેરળમાં ૧ લાખ લોકો ઓબ્ઝર્વેશન હેઠળ છે: ટાઇમ્સ નાઉના મેઘા પ્રસાદે ટિવટ દ્વારા જાહેર કર્યું છે access_time 9:59 am IST

  • પેટ્રોલ પંપ ૨૪ કલાક ખૂલ્લા રાખવાના છેઃ સરકારની પણ સૂચના છેઃ કલેકટર તંત્ર દ્વારા જાહેર કરાયેલી સૂચના : પેટ્રોલ-ડીઝલ પંપ એસો. દ્વારા ગુજરાતભરમાં અને રાજકોટ-સૌરાષ્ટ્રમાં બપોરે ૪ સુધી ખૂલ્લા રહેશે તેવી ત્રણ દિ' પહેલા જાહેરાત કરાયેલ તે સામે રાજકોટ કલેકટર તંત્રે સ્પષ્ટતા કરી છે કે પેટ્રોલ પંપ ૨૪ કલાક ખૂલ્લા રાખવાના છેઃ લોકડાઉનમાંથી મુકિત છેઃ સરકારની પણ આ બાબતની સૂચના છે access_time 3:48 pm IST