Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

યુ.કે.માં હજુ વધારે 6 મહિનાનું લોકડાઉન જરૂરી બને તેવી શક્યતા : કોરોના વાઇરસના બીજા તબક્કાને નાથવા માટે દેશના ડેપ્યુટી ચીફ મેડિકલ ઓફિસર જેન્ની હેરિસની ચેતવણી

લંડન : યુ.કે.માં કોરોના વાઇરસના વધી રહેલાં વ્યાપને ધ્યાને લઇ દેશના ડેપ્યુટી ચીફ મેડિકલ ઓફિસર જેન્ની હેરિસે જણાવ્યા મુજબ કોરોના વાઇરસનો બીજો તબક્કો હજુ બાકી છે.તેથી હજુ વધારે 6 મહિના માટે લોકડાઉન જરૂરી ગણવા તેમણે લોકોને ચેતવણી આપી છે.તથા લોકડાઉનને સફળ બનાવવા લોકોએ લાઈફ સ્ટાઇલ બદલવા તૈયાર રહેવા અનુરોધ કર્યો છે.

તેમણે ઉમેર્યું હતું કે સરકાર લોકોને કોઈપણ જાતની હેરાનગતિ ન થાય તે જોવા ઉત્સુક છે પરંતુ લોકો ઘરમાં રહેવાનું પસંદ કરશે તો  કોરોના વાઇરસને વધુ ઝડપથી નાથી શકાશે નહીં તો કાબુમાં લેવા હજુ વધારે 6 મહિનાનો સમય જરૂરી બનશે.

(12:42 pm IST)