Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે અમેરિકાની મુલાકાત લીધી : છત્તીસગઢને રોકાણકારોનું હબ બનાવવાનો હેતુ

સિલિકોન વેલી : તાજેતરમાં ભારતના છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બધલ તથા પ્રતિનિધિ મંડળે અમેરિકાની મુલાકાત લીધી હતી.જ્યાં વસતા ઇન્ડિયન અમેરિકન ઉદ્યોગપતિઓ તથા વ્યાવસાયિકો સાથે મંત્રણા કરી હતી અને છત્તીસગઢમાં રોકાણો કરવા અનુરોધ કરી તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની ખાતરી આપી હતી.
સિલિકોન વેલીમાં અગ્રણી ઇન્ડિયન અમેરિકન વ્યવસાયિકોએ 12 ફેબ્રુઆરીના રોજ તેમનું સ્વાગત કર્યું હતું તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(1:48 pm IST)