Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

યુ.એસ.ના ટેક્સાસમાંથી કોંગ્રેસમેન તરીકે ઉમેદવારી નોંધાવતા ઇન્ડિયન અમેરિકન વ્યવસાયી શ્રી બાંગર રેડ્ડી

ટેક્સાસ : યુ.એસ.માં ટેક્સાસના 22 માં કોંગ્રેશનલ ડિસ્ટ્રીક્ટમાંથી ઇન્ડિયન અમેરિકન વ્યવસાયી શ્રી બાંગર રેડ્ડીએ ઉમેદવારી નોંધાવી છે.તેઓ રિપબ્લિકન ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે.તથા વર્તમાન રિપબ્લિકન કોંગ્રેસમેનનું સ્થાન લેવા માંગે છે.
શ્રી રેડ્ડીએ જણાવ્યું હતું કે તેઓ રાજકીય કારકિર્દી ધરાવતી વ્યક્તિ નથી પરંતુ અમેરિકાને પોતાની કર્મભૂમિ ગણતા હોવાથી કોમ્યુનિટી સેવા માટે ચૂંટણી લડી રહ્યા છે.તેઓ અનેક કોમ્યુનિટી સંગઠનો સાથે જોડાયેલા છે તથા ટેક્સાસમાં વાવાઝોડા સહિતની કુદરતી આફતો વચ્ચે સેવાઓ આપી ચુક્યા છે.
પ્રાઈમરી ચૂંટણી 3 માર્ચના રોજ છે.

(1:36 pm IST)