Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

''બમ બમ ભોલે'': યુ.એસ.માં હિન્દુ ટેમ્પલ સોસાયટી ઓફ સાઉધર્ન કેલિફોર્નિયાના ઉપક્રમે ૪ માર્ચ ૨૦૧૯ના રોજ શિવરાત્રી પર્વ ઉજવાશેઃ રૂદ્રાભિષેક, મહામૃત્યુંજય જાપ, હોમ,અર્ચના, ડાન્સ સહિત વિવિધ કાર્યક્રમોના આયોજનોઃ તમામ માટે વિનામૂલ્યે પ્રવેશ

કેલિફોર્નિયાઃ યુ.એસ.માં હિન્દુ ટેમ્પલ સોસાયટી ઓફ સાઉધર્ન કેલિફોર્નિયાના ઉપક્રમે ૩ તથા ૪ માર્ચ ૨૦૧૯ના રોજ શિવરાત્રિ ઉત્સવ ઉજવાશે.

૧૬૦૦, લાસ વર્જીન્સ કેનયોન રોડ, કેલાબસાસ, કેલિફોર્નિયા મુકામે થનારી ઉજવણી અંતર્ગત ૩ માર્ચ રવિવારે સવારે ૯ વાગ્યાથી સાંજના ૬ વાગ્યા દરમિયાન અભિષેક, સમૂહ મહા મૃત્યુંજ્ય તથા રૂદ્ર હોમ, ભરત નાટયમ, અર્ચના સહિતના કાર્યક્રમો યોજાશે. તથા ૪ માર્ચ સોમવારે સવારે ૯ વાગ્યાથી સાંજે ૪-૩૦ વાગ્યા સુધી શિવજીને અભિષેક કરાશે તેમજ ભજન કિર્તન ડાન્સ તથા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.

(7:56 pm IST)
  • " અભી અભી તો એક પાઇલોટ પ્રોજેક્ટ પુરા હુઆ હૈ , અભી રીઅલ કરના બાકી હૈ " : વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને મુક્ત કરવાની ઇમરાનખાનની ઘોષણાનો પ્રતિભાવ વ્યક્ત કરતા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી : દિલ્હી વિજ્ઞાન ભવન ખાતે ઉદબોધન access_time 7:53 pm IST

  • પાકિસ્તાની ઝંડાવાળા શર્ટ પહેર્યાઃ ૧૧ યુવકો વિરૂધ્ધ દેશદ્રોહનો કેસ : ઝારખંડમાં પાકિસ્તાની ઝંડાવાળા શર્ટ પહેરવા બદલ ૧૧ યુવકો વિરુદ્ઘ દેશદ્રોહનો કેસ દાખલ : જિલ્લા વહીવટી તંત્રએ સાંજે બૈદયપૂર ગામમાં ધારા ૧૪૪ લાગુ કરી : પાકિસ્તાની ઝંડાવાળા શર્ટ પહેરેલી યુવકોની કથિત તસ્વીરને લઈને તંગદિલીઃ ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો access_time 11:35 am IST

  • યમનમાં પાંચ વર્ષથી ઓછી ઉંમરના ૮૦૦૦૦ બાળકો ભુખમરાને લીધે ૪ વર્ષમાં મૃત્યુ પામ્યાઃ યુનો access_time 3:48 pm IST