Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

''યંગ આર્ટીસ્ટસ ૨૦૧૯'': અમેરિકાના યંગ આર્ટસ ફાઉન્ડેશનના ઉપક્રમે સમગ્ર દેશમાંથી પસંદ કરાયેલા ૭૦૦ ઉપરાંત યંગ આર્ટીસ્ટસમાં સ્થાન મેળવતા ૧૫ ઇન્ડિયન અમેરિકન યુવા કલાકારોઃ લિટરરી, ડીઝાઇન, તથા પર્ફોમીંગ આર્ટસ ક્ષેત્રે સિધ્ધી મેળવનાર આ તમામ કલાકારોને ૧૦ હજાર ડોલર આપી કારકિર્દી આગળ વધારવા પ્રોત્સાહિત કરાશે

વોશીંગ્ટનઃ અમેરિકાના યંગ આર્ટસ ફાઉન્ડેશનના ઉપક્રમે સમગ્ર દેશમાંથી પસંદ કરેલા ૨૦૧૯ની સાલના ૭૦૦ ઉપરાંત યંગ આટી૪સ્ટસમાં ૧૫ જેટલા ઇન્ડીયન અમેરિકન યંગ આર્ટીસ્ટસએ સ્થાન મેળવ્યું છે. જે તમામ ૧૫ થી ૧૮ વર્ષ વચ્ચેની વયના છે. તથા લિટરરી, ડીઝાઇન, તેમજ પર્ફોમીંગ આર્ટસ ક્ષેત્રે તેઓએ વિશિષ્ટ સિધ્ધીઓ મેળવેલી છે.

પસંદ થયેલા ૧૫ જેટલા ઇન્ડિયન અમેરિકન યંગ આર્ટીસ્ટમાં નવિન ઐયર, વિક્રમ બાલા, વરૂણ દાસ, ખૂશ્બુ જીવન, નિથ્પા કાશીભાટલા, અદ્વિકા ક્રિશ્નન સંહિતા મદ્દરૂ, કોનોર પદમનાભન, ઇશાન પરમાર, ઇશા પરૂપૂડ્ડી, ભાર્ગવી સારંગપાની, આવિક સરકાર, રિથુ શ્રીનાથ, તથા સાંઇ સૌમ્ય વિટલા સહિતનાઓનો સમાવેશ થાય છે.

તમામ યંગ આર્ટીસ્ટસને ૧૦ હજાર ડોલર આપી કારકિર્દી આગળ વધારવા પ્રોત્સાહિત કરાશે.

(7:39 pm IST)