Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

''ટોપ 25 વીમેન ઇન હેલ્થકેર'': યુ.એસ.ની મોડર્ન હેલ્થકેરએ બહાર પાડેલ ૨૦૧૯ની સાલની યાદીમાં ઇન્ડિયન અમેરિકન સુશ્રી સીમા વર્માને સ્થાન

 

વોશીંગ્ટનઃ ''ટોપ ૨૫ વીમેન ઇન હેલ્થકેર'' યુ.એસ.ની મોડર્ન હેલ્થકેરએ ૨૦ ફેબ્રુ.ના રોજ બહાર પાડેલ ૨૦૧૯ની સાલની ટોપ ૨૫ મહિલાઓના હેલ્થકેર ક્ષેત્રે પ્રદાનની યાદીમાં ઇન્ડિયન અમેરિકન સુશ્રી સીમા વર્માનો સમાવેશ થયો છે.

આરોગ્ય ક્ષેત્રે વિવિધ કામગીરી બજાવતી આ મહિલાઓ પૈકી સુશ્રી સીમા ''સેન્ટર્સ ફોર મેડીકેર એન્ડ મેડીકેઇડ ''સર્વિસીસ''ના એડમિનીસ્ટ્રેટર છે. જેના નેજા હેઠળ તેઓ આરોગ્ય ક્ષેત્રે વિવિધ કામગીરી બજાવે છે. તેઓ ઇન્ડિયાનાપોલીસના પ્રેસિડન્ટ તથા ફાઉન્ડર છે. તેમજ યુ.એસ.ના એફોર્ડેબલ કેર એકટ અંગે વિશિષ્ટ અનુદાન આપી ચૂકયા છે.

(7:37 pm IST)
  • ભારતીય વિંગ કમાન્ડર અભિનંદનને ભારત સોંપવાના પાકના વડાપ્રધાન ઈમરાન ખાનની જાહેરાત બાદ ભારતના ત્રણેય પાંખના વડાના પ્રમુખોની ૫ વાગ્યાની પ્રેસ કોન્ફરન્સ રદ્દ : હવે ૭ વાગ્યે કરશે પ્રેસ કોન્ફરન્સ access_time 5:58 pm IST

  • નાણામંત્રી અરુણ જેટલીએ વિરોધપક્ષને અપીલ કરી છે કે તમે આત્મખોજ કરો અને દેશ એકી અવાજે વાત કરે નહીતો પાકિસ્તાન તેનો કેસ મજબૂત કરવા તમારા દ્વેષ ભર્યા નિવેદનનો ઉપયોગ કરશે access_time 12:59 am IST

  • ગીરના જંગલમાં તુલશીશ્યામ રેન્જમાં આવેલ ભાણીયા બેટ વિસ્તારમાં 10 થી 11 વર્ષની એક સિંહણ મૃત હાલતમાં મળી આવી છે પ્રાથમિક કંઈ પણ અજુગતું બન્યું જણાયું નથી પોસ્ટમોર્ટમ માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે access_time 1:02 am IST