Gujarati News

Gujarati News

News of Wednesday, 27th February 2019

પુલવામા શહીદોના પરિવારોની વહારે વિદેશોમાં વસતા ભારતીયોઃ ઇન્ડિયન અમેરિકન શ્રી વિવેક પટેલએ ફેસબુકના માધ્યમથી માત્ર ૪ દિવસમાં ૧ મિલીઅન ડોલર ભેગા કરી દીધાઃ ન્યુયોર્ક કોન્સ્યુલેટ ઓફિસ મારફત શહીદોના પરિવારોને પહોંચાડાશે

વર્જીનીયાઃ પાકિસ્તાનમાં અડ્ડો ધરાવતા આતંકવાદી સંગઠન જૈસએ મહમ્મદે ૧૪ ફેબ્રુ.૨૦૧૯ના રોજ ભારતના જમ્મુ કાશ્મીરમાં આવેલા પુલવામામાં CRPF જવાનોના વાહન ઉપર આત્મઘાતી હુમલો કરી ૪૪ જવાનોને મોતને ઘાટ ઉતારી દેતા સમગ્ર વિશ્વમાં આ ઘટનાના ઘેરા પડઘા પડ્યા છે.

આ બાબતે અમેરિકાના વર્જીનીયામાં સ્થાયી થયેલા ગુજરાતના વડોદરાના વતની ૨૬ વર્ષીય શ્રી વિવેક પટેલએ શહીદ CRPF જવાનોના પરિવારો માટે ફંડ ભેગુ કરવાનું નક્કી કર્યુ જે માટે તેણે ફેસબુકના માધ્યમથી પાંચ લાખ ડોલર ભેગા કરવાનું શરૂ કર્યુ અને માત્ર ૪ દિવસના ટુંકા ગાળામાં જ તેણે નક્કી કરેલા પાંચ લાખ ડોલરના લક્ષ્યાંકને બદલે ૯૬૮૮૧૩ ડોલર ભેગા થઇ ગયા. આ ફંડ મોકલનારાઓમાં ઓસ્ટ્રેલિયા, જર્મની, કેનેડા સહિતના દેશોમાં વસતા ૨૪ હજાર જેટલા ભારતીયોનો પણ સમાવેશ થાય છે. જે ન્યુયોર્ક ખાતેની ભારતની કોન્સ્યુલેટ કચેરી મારફત શહીદ જવાનોના પરિવારોને મોકલાશે.

 

(7:45 pm IST)