Gujarati News

Gujarati News

News of Wednesday, 27th February 2019

અમેરિકાની કોંગ્રેસમાં 245 વિરુધ્ધ 182 મતોથી ઇમર્જન્સી વિરુધ્ધ પ્રસ્તાવ પસાર : 3 રિપબ્લિકન કોંગ્રેસમેનએ પણ ટ્રમ્પની આપખુદશાહી વિરુધ્ધ મતદાન કર્યું : હવે સેનેટમાં મંજૂરી માટે મોકલાશે

વોશિંગટન : અમેરિકાના હાઉસમાં ગઈકાલ મંગળવારે  245 વિરુધ્ધ 182 મતોથી  ઇમર્જન્સી વિરુધ્ધ પ્રસ્તાવ પસાર થઇ ગયો છે.જેમાં ડેમોક્રેટ ઉપરાંત 3 રિપબ્લિકન કોંગ્રેસમેનએ પણ ટ્રમ્પની આપખુદશાહી વિરુધ્ધ મતદાન કર્યું હતું  હવે પ્રસ્તાવ સેનેટમાં મંજૂરી માટે મોકલાશે જ્યાં પાસ થવામાં એક મત ઘટી શકે છે.

ઉલ્લેખનીય છે કે મેક્સિકો બોર્ડર ઉપર થી ગેરકાયદે ઘુસતા વિદેશીઓને રોકવા માટે પ્રેસિડન્ટ ટ્રમ્પએ કરેલ રકમની માંગણી કોંગ્રેસમાં મંજુર નહીં થતા તેમણે કોંગ્રેસની મંજૂરી વિના દીવાલ બાંધવા 15 ફેબ્રુઆરીના રોજ દેશમાં ઇમર્જન્સી લાદી દીધી છે.

(12:20 pm IST)