Gujarati News

Gujarati News

News of Tuesday, 26th February 2019

અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પએ લાદેલી ઇમરજન્સી હટાવવા આજે કોંગ્રેસમાં મતદાન થશેઃ પ્રેસિડન્ટની આપખુદશાહી સામે ખુદ પોતાની પાર્ટીના સાંસદોનો પણ વિરોધઃ પત્રકાર પરિષદમાં માહિતી આપતા સ્પિકર નેન્સી પેલોસી

વોશીંગ્ટનઃ અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ મેકિસકો બોર્ડર ઉપર દિવાલ બાંધવા માટે માંગેલી રકમ સંસદમાં મંજુર નહીં થતા ૧૫ ફેબ્રુ.ના રોજ દેશમાં ઇમરજન્સી લાદી દીધી છે. જેથી પોતે સંસદની મંજુરી વિના દિવાલ બાંધવા માટેની રકમ વાપરી શકે.

ટ્રમ્પના આ નિર્ણય વિરૂધ્ધ ડેમોક્રેટ પાર્ટી ઉપરાંત તેની ખુદની પાર્ટી રિપબ્લીકન દ્વારા પણ વિરોધ થવા લાગ્યો છે. પરિણામે દેશમાંથી ઇમરજન્સી હટાવવાનો પ્રસ્તાવ સંસદમાં આજ મંગળવારે રજુ થઇ શકે છે. તેવું કોંગ્રેસ સ્પીકર નેન્સી પેલોસીએ જણાવ્યું છે.

(7:15 pm IST)