Gujarati News

Gujarati News

News of Tuesday, 26th February 2019

અમેરિકામાં વિવિધ હોદાઓ ઉપર ભારતીય ઉમેદવારો ચૂંટાઈ આવે તે માટે કાર્યરત ઓર્ગેનાઇઝેશન IMPACT ફંડ : મેરીલેન્ડના પૂર્વ સ્ટેટ પ્રતિનિધિ સુશ્રી અરુણા મિલ્લરને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર બનાવાયા

મેરીલેન્ડ :  યુ.એસ.ના મેરીલેન્ડના પૂર્વ સ્ટેટ પ્રતિનિધિ તથા કોંગ્રેસના પૂર્વ ઉમેદવાર સુશ્રી અરુણા મિલ્લરને  IMPACT ફંડના  એક્ઝિક્યુટિવ  ડિરેક્ટર બનાવાયા છે.

અમેરિકામાં વિવિધ ક્ષેત્રોમાં ઇન્ડિયન અમેરિકન ઉમેદવારો ચૂંટાઈ આવે તે માટે કાર્યરત  IMPACT પ્રોજેક્ટ તથા ફંડ દ્વારા 25 ફેબ્રુઆરીના રોજ કરાયેલી ઘોષણા મુજબ સુશ્રી અરુણા મિલ્લરને ઉપરોક્ત જવાબદારી સોંપવામાં આવી છે.તેઓ રાજકીય ક્ષેત્રે તથા ભારતીય સમૂહ સાથે ગાઢ નાતો ધરાવે છે. તેમના અનુભવ અને કુનેહનો લાભ ભારતીય ઉમેદવારો ચૂંટાઈ આવે તે માટે મળી શકશે.તેવું  IMPACT ના હોદેદારોએ જણાવ્યું હતું

ઉપરોક્ત હોદા ઉપર નિમણુંક થવા બદલ સુશ્રી અરુણાએ ખુશી વ્યક્ત કરી હતી

(1:06 pm IST)