Gujarati News

Gujarati News

News of Tuesday, 26th February 2019

સિંગાપોરમાં ૮મા ધોરણમાં ભણતાં ભારતીય મૂળના ૨ સ્ટુડન્ટસનું નવું સંશોધનઃ ઉગતા છોડને જરૂરિયાત મુજબ આપમેળે પાણી પુરૂ પાડતું ઉપકરણ બનાવ્યું

સિંગાપોરઃ સિંગાપોરની ગ્લોબલ ઇન્ડિયન ઇન્ટરનેશનલ સ્કૂલમાં ૮મા ધોરણમાં અભ્યાસ કરતાં ભારતીય મૂળના ૨ વિદ્યાર્થીઓએ ઉગતા છોડને જરૂરિયાત મુજબ આપમેળે પાણી પુરૂ પાડતા ઉપકરણની શોધ કરી છે.

પ્રત્યુસ બંસલ તથા એકાસ સિંહ ગુલાટી નામક આ બંને સ્ટુડન્ટસએ શોધેલું આ ઉપકરણ ૨ લિટર પાણીની ટેન્ક સાથે જોડાયેલુ છે. તેમાં મુકેલી ઇલે.મોટર અને નળીનો બીજો છેડો ઉગતા છોડમાં રાખવાથી આ છોડ જરૂરિયાત મુજબ ઓટોમેટિક પાણી ખેંચી લે છે. જેથી આ છોડ મુરઝાતા બચી જાય છે.

(9:48 am IST)