Gujarati News

Gujarati News

News of Monday, 25th February 2019

દુબઇ સ્થિત ભારતીય મૂળનું દંપતિ રોડ અકસ્માતથી ખંડિતઃ મહિલાનું સ્થળ ઉપર કરૂણ મોતઃ પતિ વર્ગીસ ગંભીર હાલતમાં હોસ્પિટલમાં

દુબઇઃ દુબઇ સ્થિત ભારતીય મૂળના દંપતિને ચર્ચામાં જતી વખતે શુક્રવારે રોડ અકસ્માત થતા રીજા વર્ગીસ નામક મહિલાનું કરૂણ મોત નિપજ્યું છે જ્યારે તેના પતિ વર્ગીસ કોશી ગંભીર સ્થિતિમાં હોવાથી તેને રાશિદ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. તેઓ કેરળના તરૂવલ્લા શહેરની વતની છે.

પ્રાપ્ત માહિતી મુજબ તેઓ સેન્ટ ગ્રેગોરિઅસ ઇન્ડિયન ઓર્થોડેકસ ચર્ચ જઇ રહ્યા હતા ત્યારે તેમનું વાહન એક ટ્રક સાથે ટકરાતા મહિલાનું સ્થળ ઉપર જ કરૂણ મોત નિપજ્યું હતું. જ્યારે પતિ ગંભીર અવસ્થામાં હોસ્પિટલમાં છે. મહિલાના મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કરાયા બાદ પરિવારને સોપાશે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

 

(7:01 pm IST)