Gujarati News

Gujarati News

News of Monday, 25th February 2019

બુરખો પહેરી જવેલરી સ્ટોરમાં જઇ છરીની અણીએ લૂંટઃ યુ.કે.ના લેસ્ટરમાં ભારતીય મૂળના ૪૨ વર્ષીય ઇમ્તીયાઝ પટેલને ૪ વર્ષની જેલસજા

લંડનઃ બુરખો પહેરી જવેલરી સ્ટોરમાં જઇ છરીની અણીએ લૂંટ ચલાવવાના આરોપસર યુ.કે.ના લેસ્ટરમાં ભારતીય મૂળના ૪૨ વર્ષીય ઇમ્તીયાઝ પટેલને ૪ વર્ષની જેલસજા થઇ છે.

આરોપીએ પોતાની ઓળખ છુપાવવા બુરખો પહેર્યો હતો. તથા જવેલરી સ્ટોરમાં જઇ ઘડિયાળ જોવાના બહાને સ્ટોર માલિકને  છરી બતાવી લૂંટવાનો પ્રયત્ન કર્યો હતો.

પોતે જોયેલી ઘડિયાળ પાછી આપ્યા વિના લઇને નાસતા CCTV કેમેરામાં ઝડપાઇ ગયો હતો. પરિણામે પેટ્રોલીંગ સ્ટાફે તાત્કાલિક તેની ધરપકડ કરી લીધી હતી.

(7:00 pm IST)