Gujarati News

Gujarati News

News of Saturday, 23rd February 2019

યુ.કે.માં પીઝા ખાવા ગયેલા ભારતીય મૂળના દંપતીને ગૌમાંસથી બનેલું પીઝા આપી દીધું : શુદ્ધ શાકાહારી દંપતિનો આક્રોશ

લંડન : ઇંગ્લેન્ડના નોટિંગઘમ માં આવેલા પીઝા હટમાં ગયેલા ભારતીય મૂળના દંપતિ અભિષેક ભારતીય તથા તેમના પત્ની પ્રેરણા ગોયલ ને કડવો અનુભવ થયો હતો.તેઓ શુધ્ધ શાકાહારી હોવાથી તેમણે શાકાહારી પીઝા મંગાવ્યા હતા.પરંતુ તેઓને ગાયના માંસમાંથી બનેલા પીઝા આપી દેવાયા હતા.તેમણે  એક બટકું ભરતા જુદો સ્વાદ લાગતા ફરિયાદ કરી હતી જેના અનુસંધાને તેઓને જણાવાયું હતું કે પીઝા ગૌમાસમાંથી બનાવાયેલા છે.

ગાયને માતા ગણતા હિન્દૂ પરિવારની લાગણી દુભાતા રેસ્ટોરન્ટ માલિકે માફી માંગી હતી.લોકો સાવચેત રહે તે હેતુથી તેમણે બાબત જાહેર કરી સહુનું ધ્યાન દોર્યું હતું કે વેજીટેરીઅન અને નોનવેજીટેરીઅન બંને વાનગી બનાવતા રેસ્ટોરન્ટમાં જમતા પહેલા સાવચેતી રાખવી જરૂરી છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(9:08 am IST)
  • કેનેડાએ ભારત સાથેની વિમાની સેવા ટેમ્પરરી બંધ કરી : પાકિસ્તાને તેની એર સ્પેસ બંધ કરી દેતા કેનેડાએ ભારત સાથેના હવાઈ ઉડ્ડયન કામચલાઉ ધોરણે બંધ કરેલ છે access_time 10:37 pm IST

  • અમેરિકા બાદ યુરોપિયન યુનિયને કરી આપીલ :ભારત અને પાકિસ્તાનને યુદ્ધથી બચવા અપીલ કરતુ યુરોપિયન યુનિયન :યુરિપયન સંઘે કહ્યું કે આશા છે કે બન્ને દેશો અતિ સંયમથી વર્તશે અને આગળ કોઈને ઉશ્કેરવાથી બચશે access_time 12:51 am IST

  • હિજરત : પાકિસ્તાનના લશ્કર દ્વારા કરવામાં આવેલા ગોળીબારોને કારણે સલામત સ્થળે જવા રવાના થતા પૂંછ નજીકના ગ્રામજનો. access_time 3:31 pm IST