Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

પંજાબથી ભાગી પાકિસ્તાનમાં સ્થાયી થયેલા ખાલીસ્તાની નેતા હરમીતસિંહ Ph.D.ની લાહોરમાં હત્યા : ગુરુદ્વારા પાસે ગોળીબાર કરી ઢીમ ઢાળી દેવાયું : ડ્રગ સપ્લાયના પૈસાનો વિવાદ કારણભૂત હોવાનું પોલીસનું અનુમાન

લાહોર : પંજાબ સરકારના મોસ્ટ વોન્ટેડ આરોપી પાકિસ્તાનમાં સ્થાયી થયેલા ખાલીસ્તાની નેતા  હરમીતસિંહ Ph.D.ની લાહોરમાં હત્યા થઇ હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી મુજબ ગુરુદ્વારા પાસે તેના ઉપર ગોળીબાર કરી ઢીમ ઢાળી દેવાયું  હતું
ઉલ્લેખનીય છે કે આ ખાલીસ્તાની નેતા ઉપર RSS  અને શિવસેનાના નેતાઓની હત્યાનું ષડયંત્ર રચવાનો  આરોપ હતો.

હરમીત સિંહ PhD પોતાને ખાલિસ્તાન લિબરેશન ફોર્સનો ચીફ ગણાવતો હતો અને આઈએસઆઈના ઈશારે છેલ્લા અનેક વર્ષોથી તે પાકિસ્તાનમાં રહેલી પંજાબમાં પોતાનું નેટવર્કના માધ્યમથી ડ્રગ્સની સપ્લાય કરતો હતો. આ ઉપરાંત આતંકવાદીઓ માટે ટેરર મૉડ્યૂલ અને સ્લીપર સૅલ ઊભું કરી રહ્યો હતો.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:32 pm IST)