Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

યુ.એસ.માં વર્જીનીઆ સ્‍થિત ઇન્‍ડિયન અમેરિકન રાજુ કોસૂરીને ૨૮ માસની જેલ :H-1B વીઝા ફ્રોડ દ્વારા ૨ કરોડ જેટલી રકમ બનાવી લીધાનો આરોપ પૂરવાર : સજા પૂર્ણ થયે પરિવાર સહિત દેશનિકાલ કરાશે

વર્જીનીઆ : યુ.એસ.ના વર્જીનીઆ સ્‍થિત ઇન્‍ડિયન અમેરિકન રાજુ કોસૂરીને વીઝા ફ્રોડ બદલ ૨૮ માસની જેલ સજા થઇ છે. જે પૂર્ણ થયે તેને તેના પરિવાર સહિત દેશ નિકાલ કરાશે

 

H-1B વીઝા પ્રોગ્રામનો દુરૂપયોગ કરી બનાવટી કંપનીઓ માટે વિદેશીઓને વીઝા અપાવી દઇ બે કરોડ જેટલી રકમ મેળવી લીધાનો તેના ઉપરનો આરોપ ગયા વર્ષે પુરવાર થયા બાદ હવે તેને ઉપરોકત સજા ફરમાવાઇ છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(9:33 pm IST)