Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

IIT અમદાવાદના પૂર્વ વિદ્યાર્થી પ્રોફેસર રંગરાજન સુંદરમનો અમેરિકામાં દબદબોઃ ન્‍યુયોર્ક યુનિવર્સિટીની સ્‍કૂલ ઓફ બિઝનેસના ડીન તરીકે નિમણુંકઃ ૧ જાન્‍યુ.૨૦૧૮ થી હોદો સંભાળશે

ન્‍યુયોર્કઃ યુ.એસ.માં ન્‍યુયોર્ક યુનિવર્સિટીની લિઓનાર્ડ એન.સ્‍કૂલ ઓફ બિઝનેસના ડીન તરીકે ઇન્‍ડિયન અમેરિકન પ્રોફેસર રંગરાજન સુંદરમની નિમણુંક થઇ છે.

યુ.એસ.માં સુપ્રતિષ્‍ઠિત ગણાંતી તથા ૩ નોબેલ પ્રાઇઝ વિજેતાઓને ફેકલ્‍ટીમાં ધરાવતી આ સ્‍કૂલના ડીન તરીકે યુનિવર્સિટીના પ્રેસિડન્‍ટએ ૨૦ ડીસેં.ના રોજ શ્રી રંગરાજનના નામની ઘોષણા કરી હતી.

ગુજરાતની IIT અમદાવાદમાંથી MBAની ડીગ્રી મેળવી અમેરિકા ગયેલા શ્રી રંગરાજન છેલ્લા ૨ દાયકાથી આ સ્‍કૂલમાં ફેકલ્‍ટી મેમ્‍બર તરીકે સેવાઓ આપી રહ્યા હતા. ૧ જાન્‍યુ. ૨૦૧૮ થી તેઓ ડીન તરીકેનો હોદો સંભાળશે.

(9:31 pm IST)