Gujarati News

Gujarati News

News of Monday, 25th December 2017

જાન્‍યુઆરી ૨૦૧૮ માસ દરમ્‍યાન વીઝા અંગેની સંપૂર્ણ માહિતીઃ આ માસ દરમ્‍યાન કૌટુમ્‍બીક આધારિત તમામ કેટેગરીઓ એકથી છ અઠવાડીયા આગળ વધેલ છેઃ અને તેની સાથે સાથે રોજગાર આધારિત વિભાગની રજી,૩જી અને બીજા અન્‍ય કામદારોની કેટેગરીઓ અનુક્રમે ત્રણથી બે અઠવાડીયા આગળ વધવા પામેલ છેઃ આ વિભાગમાં ધાર્મિક વ્‍યક્‍તિઓ તેમજ રોજગારી ઉત્‍પન્‍ન કરનાર રીજીઓનલ સેન્‍ટર કે જે પાંચમી કેટેગરીમાં આવે છે તેમાં હાલમાં વીઝા અશક્‍ય છેઃ જયારે અન્‍ય કેટેગરીઓમાં વર્તમાન સમય ચાલુ હોવાથી અરજદાર જો અમેરીકા આવવા ઇચ્‍છતા હોયતો તેઓને વીઝા મળવાની શક્‍યતાઓ રહેલ છે પરંતુ તેમણે ઇમીગ્રેશન ખાતાના હાલના જે નિયમો છે તેનું ચુસ્‍ત પણે પાલન કરવાનું રહેશે

 (સુરેશ શાહ દ્વારા) બાર્ટલેટ (શિકાગો) જાન્‍યુઆરી ૨૦૧૮ માસ દરમ્‍યાન વીઝા અંગેની સંપૂર્ણ માહિતી અમોએ અમારા વાંચક વર્ગ માટે નીચે દર્શાવ્‍યા મુજબની પ્રસિધ્‍ધ કરેલ છે અને તેનાથી કઇ કેટેગરી કેટલા અઠવાડીયા આગળ વધી તે સહેલાઇથી જાણી શકાશે. આ જાન્‍યુઆરી માસ દરમ્‍યાન કૌટુમ્‍બીક આધારિત તમામ કેટેગરીઓ એકથી છ અઠવાડીયા આગળ વધવા પામેલ છે જેમાં પહેલી કેટેગરી છ અઠવાડીયા, રએ કેટેગરી પાંચ અઠવાડીયા, ર બી કેટેગરી એક અઠવાડીયું, ૩જી કેટગરી ચાર અઠવાડીયા તેમજ ચોથી કેટેગરી ત્રણ અઠવાડીયા જેટલી આગળ વધેલ છે.

વધારામાં રોજગાર આધારિત વિભાગમાં રજી કેટેગરી ત્રણ અઠવાડીયા તેમજ ૩જી અને બીજા અન્‍ય કામદારોની કેટેગરી બબ્‍બે અઠવાડીયા આગળ વધેલ છે જયારે પહેલી કેટેગરી તેમજ ચોક્કસ વસાહતીઓ અને રોજગાર ઉત્‍પન્‍ન કરનાર નોન રીજીઓનલ સેન્‍ટરની કેટેગરીમાં વર્તમાન સમય ચાલુ હોવાથી જો કોઇ પણ અરજદાર અમેરીકા આવવા ઇચ્‍છતો હોય તો તેને સરળતાથી વીઝા મળવાથી શક્‍યતાઓ રહેલ છે પરંતુ તેણે ઇમીગ્રેશન ખાતાના હાલના જે નિયમો તથા કાયદાઓ છે તેનું ચુસ્‍તપણે પાલન કરવાનું રહે છે અને તેમ ન કરનારાઓને કદાચ વીઝા ન પણ મળી શકે આ વિભાગમાં ધાર્મિક વ્‍યક્‍તીઓ તેમજ રોજગારી ઉત્‍પન્‍ન કરનાર રીજીયોનલ સેન્‍ટરની કેટેગરીઓમાં હાલમાં વીઝા મળવો અશકય છે.

હાલમાં અમેરિકા આવવા ઇચ્‍છતા તમામ અરજદારોએ અત્રે આવતા પહેલા જે તે વિભાગોમાં અરજી કરતા પહેલા ચોકસાઇ કરી લેવી હિતાવર રહેશએ કારણ કે અમેરીકાના પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પનું વહીવટી તંત્ર વીઝા આપવા માટે કડકાઇ ભર્યુ વલણ અખત્‍યાર કરે છે કારણ કે કેટલાક ધાર્મિક જનુન વૃતિધરાવતા લોકો અત્રે આવીને અત્રેના શાંતમધ વાતાવરણને ડહોળવાનો પ્રયાસ કરે છે અને તેથી તમામ સ્‍થળે અનેક પ્રકારની ચોકસાઇઓ રાખવામાં આવે છે અને સમગ્ર તંત્ર તે દિશામાં હાલમાં કાર્ય કરતું જોવા મળે છે.

જાન્‍યુઆરી ૨૦૧૮ માસ દરમ્‍યાન  વીઝા અંગેની સંપૂર્ણ માહિતી

 

કૌટુમ્‍બીક આધારિત વિભાગો

ભારત કટ ઓફ તારીખ

 

અમેરીકન નાગરિકત્‍વ  ધરાવનાર વ્‍યક્‍તિના ૨૧ વર્ષથી વધુ વયના અપરણીત  સંતાનો  (F-1)    

૧પ મી માર્ચ ર૦૧૧

 

 

એ કાયમી વસવાટ કરનારાઓના પતિ-

પત્‍નિ તથા અપરણીત સતાનો  (F-2A)

૧લી ફેબ્રુઆરી ર૦૧૬

 
 

બી  કાયમી વસવાટ ૨૨મી નવેમ્‍બર ૨૦૧૦ કરનારાઓના

 ૨૧ વર્ષથી વધુ  વયના આણીત સંતાનો  (F-2B)

૧લી ડીસેમ્‍બર ર૦૧૦

 

 

અમેરીકન નાગરિકત્‍વ ૮મી સપ્‍ટેમ્‍બર  ૨૦૦૫ ધરાવનાર વ્‍યક્‍તિના પરણીત  સંતાનો  (F-3)

૮ મી ઓકટોબર ર૦૦પ

 

 

અમેરીકન નાગરિકત્‍વ ધરાવનાર વ્‍યક્‍તિના પુખ્‍ત વયના ભાઇઓ તથા બહેનો

૧પ મી ડીસેમ્‍બર ર૦૦૩

 

 

 

કૌટુમ્‍બીક આધારિત વિભાગો

પિટીશન ફાઇલ કરેલ તેની તારીખ

અમેરીકન નાગરિકત્‍વ ધરાવનાર વ્‍યક્‍તિના   ૨૧ વર્ષથી વધુ વયના અપરણીત સંતાનો (F-1)

૧લી જાન્‍યુઆરી ર૦૧ર

૨એ

કાયમી વસવાટ કરનારાઓના પતિ-પત્‍નિ તથા અપરણીત સંતાનો  (F-2A)

૧લી નવેમ્‍બર ર૦૧૬

૨બી

કાયમી વસવાટ કરનારાઓના ૨૧  વર્ષથી વધુ વયના આણીત સંતાનો  (F-2B)

૧લી સપ્‍ટેમબર ર૦૧૧

અમેરિકન નાગરિકત્‍વ ૧લી ડીસેમ્‍બર ૨૦૦૫ પરણીત સંતાનો  (F-3)

૧લી ડીસેમ્‍બર ર૦૦પ

અમેરીકન નાગરિકત્‍વ ૨૨મી જૂન ૨૦૦૪  ધરાવનાર વ્‍યક્‍તિના પુખ્‍ત વયના ભાઇઓ   તથા બહેનો

રરમી જૂન ર૦૦૪

વિશેષમાં ઇમીગ્રેશન ખાતાના નિયમો અનુસાર કૌટુમ્‍બીક આધારિત વિભાગે સિવાય રોજગાર આધારિત વિભાગોમાં પણ ભીન્‍ન ભીન્‍ન પ્રકારની કેટેગરીઓ શરૂ કરવામાં આવેલ છે અને તેનો લાભ કુશળ કારીગરો સવિશેષ પ્રમાણમાં લે છે આ વિભાગમાં જે નીચે મુજબની તારીખો દર્શાવવામાં આવેલ છે તે જાન્‍યુઆરી ૨૦૧૮ માસ દરમિયાન ભારત માટેની કટ ઓફની તારીખ છે જેની વાંચક વર્ગે નોંધ લેવા નમ્ર વિનંતી છે.

રોજગાર આધારિત વિભાગો

ચઢીયાતા કામદારો (E-1)

વર્તમાન-

ધંધાકીયા ડીગ્રી ધારણ કરનારાઓ (E-2)

રરમી નવેમ્‍બર ર૦૦૮

કુશળ કારીગરો (E-3

૧લી નવેમ્‍બર ર૦૦૬

 

અન્‍ય કામદારો

૧લી નવેમ્‍બર ર૦૦૬

ચોક્કસ વસાહતીઓ

વર્તમાન-

રોજગારી ઉત્‍પન્‍ન કરનાર (નોન રીજીઓનલ સેન્‍ટર)

વર્તમાન-

રોજગારી ઉત્‍પન્‍ન કરનાર (રીજીઓનલ સેન્‍ટર)

-હાલમાં અશકય

વધારામાં રોજગાર આધારિત વિભાગોમાં જે વ્‍યક્‍તિઓએ અમેરીકામાં સ્‍થાયી જવા માટે અરજી કરેલ છે તેની પ્રાયોરીટી તારીખ છે અને તે આધારે ઇમીગ્રેશન ખાતાના અધીકારીઓ દ્વારા જરૂરી પગલા લેવાઇ રહ્યા છે આ અંગે ઇમીગ્રેશન ખાતાની વેબસાઇટનો ઉપયોગ કરવો હિતાવહ છે.

રોજગાર આધારિત વિભાગો

ચઢીયાતા કામગદારો (E-1)

વર્તમાન-

ધંધાકીય ડીગ્રી ધારણ કરનારાઓ (E-2)

૮ મી ફેબ્રુઆરી ર૦૦૯

કુશળ કારીગરો (E-3)

૧લી જાન્‍યુઆરી ર૦૦૮

ચોક્કસ વસાહતીઓ (E-4)

વર્તમાન-

રોજગારી ઉત્‍પન્‍ન  કરનાર (નોન રીજીઓનલ સેન્‍ટર)

વર્તમાન-

રોજગારી ઉત્‍પન્‍ન કરનાર (રીજીઓનલ સેન્‍ટર)

વર્તમાન-

કરઓફ તારીખ

ડીસેમ્‍બર ૨૦૧૭ માસ દરમ્‍યાન વિઝા અંગેની જે માહિતીઓ હતી અને જાન્‍યુઆરી-ર૦૧૮ ચાલુ માસ દરમિયાન ઉપરોક્‍ત મુજબની જે માહિતીઓ પ્રસિધ્‍ધ કરેલ છે તેનાથી કઇ કેટેગરી કેટલા અઠવાડીયા આગળ વધી તે સહેલાઇથી જાણી શકાશે.

કૌટુમ્‍બીક અત્‍યારિત

કેટેગીરી

ગયા મહિનાની કટ

ઓફ તારીખ

ચાલુ માસની કટ

ઓફ તારીખ

કેટલા અઠવાડીયા આગળ વધી

૧લી ફેબ્રુઆરી ૨૦૧૧

૧પમી માર્ચ ર૦૧૧

છ અઠવાડીયું

૨એ

૨૨મી ડીસેમ્‍બર ૨૦૧૫

૧લી ફેબ્રુઆરી ર૦૦૬

પાંચ અઠવાડીયા

૨બી

૨૨મી નવેમ્‍બર ૨૦૧૦

૧લી ડીસેમ્‍બર ર૦૧૦

અેક અઠવાડીયું

૮મી સપ્‍ટેમ્‍બર ૨૦૦૫

૮ મી ઓકટોબર ર૦૦પ

 ચાર અઠવાડીયા

૨૨મી નવેમ્‍બર ૨૦૦૩

૧પમી ડીસેમ્‍બર ર૦૦૩

 ત્રણ અઠવાડીયા

 

 

(12:21 am IST)