Gujarati News

Gujarati News

News of Saturday, 23rd December 2017

યુ.એસ.ના મેરીલેન્‍ડમાં ‘‘શીખ હયુમન ડેવલપમેન્‍ટ ફાઉન્‍ડેશન''ના ઉપક્રમે યોજાઇ ગયેલો ફંડ રેઇઝીંગ પ્રોગ્રામઃ વતન પંજાબમાં વસતા જરૂરિયાતમંદ તેજસ્‍વી વિદ્યાર્થીઓને સ્‍કોલરશીપ આપવા ૨ લાખ ૧૦ હજાર ડોલર ભેગા કરી દીધા

 

મેરીલેન્‍ડઃ તાજેતરમાં યુ.એસ.ના મેરીલેન્‍ડમાં ‘‘શીખ હયુમન ડેવલપમેન્‍ટ ફાઉન્‍ડશન''એ વતન પંજાબમાં વસતા જરૂરિયાતમંદ તેજસ્‍વી વિદ્યાર્થીઓને સ્‍કોલરશીપ આપવા ૨ લાખ ૧૦ હજાર  ડોલરનું ફંડ ભેગુ કરી દીધુ છે.

૨૦૦૧ની સાલથી સ્‍કોલરશીપ આપતી આ ઇન્‍ડિયન અમેરિકન શીખ સંસ્‍થાના ઉપક્રમે યોજાયેલા ફંડ રેઇઝીંગ પ્રોગ્રામમાં બોલીવુડ એકટર પંજાબી ગુરપ્રિત ગુગ્‍ગીએ આટલી મોટી રકમ ભેગી કરાવી દેવામાં સફળતા મેળવી હતી.

સંસ્‍થા દ્વારા અપાતી સ્‍કોલરશીપના કારણે અત્‍યાર સુધીમાં પંજાબના  પાંચ હજાર યુવાનો પૈકી ૨૭૦૦ જેટલા યુવાનો ગ્રેજ્‍યુએટ થઇ પગભગ બની શકયા છે. સ્‍કોલરશીપ વિતરણ માટે ન્‍યુદિલ્‍હી સ્‍થિત નિષ્‍કામ શીખ વેલ્‍ફેર કાઉન્‍સીલનો સહયોગ લેવામાં આવે છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:40 pm IST)