Gujarati News

Gujarati News

News of Friday, 22nd December 2017

યુ.એસ.માં ‘‘હયુસ્‍ટન ઇન્‍ડિયા ફેલોશીપ(HIF)''ના ઉપક્રમે ક્રિસમસ તહેવાર ઉજવાયો : ૧૬ ડીસેં. ના રોજ કરાયેલી ઉજવણીમાં સાંસ્‍કૃતિક કાર્યક્રમો, સ્‍પેલીંગ બી તથા પેઇન્‍ટીંગ સ્‍પર્ધા તેમજ ડીનરનું આયોજન કરાયું

હયુસ્‍ટન : અમેરિકામાં ‘‘હયુસ્‍ટન ઇન્‍ડિયા ફેલોશીપ (HIF) '' ના ઉપક્રમે સ્‍ટેફોર્ડ સિવિક સેન્‍ટર ખાતે ૧૬ ડીસેં. ૨૦૧૭ના રોજ ક્રિસમસ તહેવારની ઉજવણી કરાઇ હતી.

આ પ્રસંગે સમગ્ર હયુસ્‍ટનમાંથી જુદા જુદા ભારતીય ગૃપ હાજર રહયા હતાં. ધાર્મિક એકતાના દર્શન કરાવ્‍યા હતા. બાળકો માટે સ્‍પેલીંગ બી તથા પેઇન્‍ટીંગ સ્‍પર્ધાનું આયોજન કરાયું હતું. તથા ભારતીય ડાન્‍સ રજુ કરાયા હતા. તમામ માટે વિનામૂલ્‍યે પ્રવેશ સાથે કરાયેલી ઉજવણી અંતર્ગત કોમ્‍પલીમેન્‍ટરી ડિનરનું આયોજન કરાયું હતું. સાંસ્‍કૃતિક કાર્યક્રમોના વિજેતાઓને એવોર્ડ આપી સન્‍માનિત કરાયા હતા. તેવું INS દ્વારા જાણવા મળે છે.

(10:08 pm IST)