Gujarati News

Gujarati News

News of Friday, 22nd December 2017

વતન છોડી વિદેશોમાં વસતા લોકોમાં ૧૬ મિલીયનની સંખ્‍યા સાથે ભારતીયો પ્રથમ ક્રમે : યુ.એન.ના ૨૦૧૭ની સાલના ઇન્‍ટરનેશનલ મિગ્રેશન રિપોર્ટનો અહેવાલ

યુ.એસ : પોતાનું વતન છોડી વિદેશોમાં વસવાટ કરતા લોકોમાં ભારતીયો પ્રથમ ક્રમે છે. વિદેશોમાં વસતા ભારતીયોની સંખ્‍યા નવા સૈકામાં એટલેકે ર હજારની સાલ પછી ૭.૯૮ મિલીયનમાંથી ડબલ થઇ ગઇ છે. જે અંદાજે ૧૬.૫૯ મિલીયન જેટલી થવા જાય છે. જે પૈકી અડધા ઉપરાંત ભારતીયો ગલ્‍ફ દેશોમાં વસે છે.

બીજા નંબરે ૧૩ મિલીયન જેટલા લોકો સાથે મેકિસકોનો ક્રમ છે. યુનાઇટેડ નેશન્‍શ દ્વારા ૨૦૧૭ની સાલના બહાર પડાયેલા ઇન્‍ટરનેશનલ મિગ્રેશન રિપોર્ટમાં ઉપરોકત માહિતિ આપવામાં આવી હોવાનું સમાચાર સુત્રો દ્વારા જાણવા મળે છે.

(10:05 pm IST)