Gujarati News

Gujarati News

News of Friday, 27th November 2020

' લવ ટેઇક્સ એક્શન એવોર્ડ ' : યુ.એસ.ના ટેક્સાસમાં સેવાકીય કાર્ય ક્ષેત્રે કાર્યરત ' સેવા ઇન્ટરનેશનલ ' ને એનાયત કરાયેલો એવોર્ડ : ન્યુયોર્ક લાઈફ ફાઉન્ડેશન દ્વારા 50 હજાર ડોલરની ગ્રાન્ટ આપવામાં આવી

હ્યુસ્ટન : યુ.એસ.ના ટેક્સાસમાં સેવાકીય કાર્ય ક્ષેત્રે કાર્યરત ' સેવા ઇન્ટરનેશનલ ' ને  ન્યુયોર્ક લાઈફ ફાઉન્ડેશન દ્વારા 50 હજાર ડોલરની ગ્રાન્ટ તથા ' લવ  ટેઇક્સ એક્શન એવોર્ડ  'આપી બહુમાન કરાયું છે.

આ ગ્રાન્ટનો ઉપયોગ હેરિસ કાઉન્ટીમાં વસતા જરૂરિયાતમંદ લોકોને ફૂડ કીટ,માસ્ક ,હેન્ડ સેનિટાઇઝર ,તથા સ્કૂલના બાળકોને શૈક્ષણિક સાધનો પુરા પાડવા માટે કરાશે .

એવોર્ડ સ્વીકારતી વખતે સેવા ઇન્ટરનેશનલના શ્રી અરુણ કાંકાણીએ જણાવ્યું હતું કે આ એવોર્ડ તથા ગ્રાન્ટ અમારા વોલન્ટિયર્સની નિસ્વાર્થ સેવાઓ માટે પ્રોત્સાહન રૂપ બની રહેશે .તેવું આઇએએન દ્વારા જાણવા મળે છે.

(8:01 pm IST)