Gujarati News

Gujarati News

News of Friday, 27th November 2020

જરૂરિયાતમંદ બાળકોને પૌષ્ટિક ભોજન પૂરું પાડતા ' અક્ષય પાત્ર ફાઉન્ડેશનનો ત્રીજા દાયકામાં પ્રવેશ : 11 નવેમ્બર 2000 ના રોજ શરૂઆત કરાઈ હતી : 20 વર્ષ પૂર્ણ કર્યા નિમિત્તે અનેક મહાનુભાવોએ ફાઉન્ડેશનની કામગીરીને બિરદાવી અભિનંદન પાઠવ્યા : દેશના 12 સ્ટેટ તથા બે કેન્દ્ર શાસિત પ્રદેશોના 18 લાખ બાળકોને ભોજન પૂરું પાડવાની સેવા

મુંબઈ : જરૂરિયાતમંદ બાળકોને પૌષ્ટિક ભોજન પૂરું  પાડતા ' અક્ષય પાત્ર ફાઉન્ડેશન એ તેના દ્વારા પુરી પાડવામાં આવતી સેવાના 20 વર્ષ પૂર્ણ કર્યા છે.11 નવેમ્બર 2000 ના રોજ તત્કાલીન મિનિસ્ટર મુરલી મનોહર જોશી તથા કર્ણાટકના ચીફ મિનિસ્ટર એસ.એમ.કૃષ્ણએ તેનું ઉદ્ઘાટન કર્યું હતું .આજ 20 વર્ષની ઉજવણી નિમિત્તે અનેક મહાનુભાવોએ ફાઉન્ડેશનની કામગીરીને બિરદાવી અભિનંદન પાઠવ્યા છે.

કેન્દ્ર સરકારની મધ્યાહ્ન ભોજન યોજના અંતર્ગત અક્ષયપાત્રના ઉપક્રમે દેશના 12 સ્ટેટ તથા બે કેન્દ્ર શાસિત પ્રદેશોના 18 લાખ બાળકોને ભોજન પૂરું પાડે  છે.હાલના કોવિદ -19 સંજોગોને કારણે સ્કૂલો બંધ હોવાથી ફાઉન્ડેશન દ્વારા દેશના 18 સ્ટેટમાં  જરૂરિયાતમંદ પ્રજાજનોને તેમના સ્થળ ઉપર ભોજન પૂરું પાડવામાં આવી રહ્યું છે.જે માર્ચ 2020 પછી 100 મિલિયન ભોજન ડીશ પૂરું પાડવાનો વિક્રમ છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(6:08 pm IST)